Not Set/ અમેરિકામાં લોકો વિખ્યાત બ્રાંડ નાઈકીના બૂટ સળગાવી રહ્યા છે, કારણ તમને ચોંકાવી દેશે

ન્યુયોર્ક  દુનિયાભરમાં રમતો માટેના બૂટ  બનાવનાર પ્રખ્યાત કંપની નાઈકીને અમેરિકા અને સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો છે. આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. કંપનીએ જાતિવાદ સામે વિરોધ કરવા ચાલુ રાષ્ટ્રગીત દરમ્યાન ઉભા રહેવાને બદલે ઘૂંટણ પર બેસનાર ફૂટબોલના આ ખેલાડીને બ્રાંડ એમ્બેસેડર તરીકેની જાહેરાત કરી છે.નાઈકી કંપનીએ હાલમાં જ […]

Top Stories World Trending
colin kaepernick અમેરિકામાં લોકો વિખ્યાત બ્રાંડ નાઈકીના બૂટ સળગાવી રહ્યા છે, કારણ તમને ચોંકાવી દેશે

ન્યુયોર્ક 

દુનિયાભરમાં રમતો માટેના બૂટ  બનાવનાર પ્રખ્યાત કંપની નાઈકીને અમેરિકા અને સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો છે. આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. કંપનીએ જાતિવાદ સામે વિરોધ કરવા ચાલુ રાષ્ટ્રગીત દરમ્યાન ઉભા રહેવાને બદલે ઘૂંટણ પર બેસનાર ફૂટબોલના આ ખેલાડીને બ્રાંડ એમ્બેસેડર તરીકેની જાહેરાત કરી છે.નાઈકી કંપનીએ હાલમાં જ ફૂટબોલર કોલીન કેપરનિકને પોતાનો બ્રાંડ એમ્બેસેડર બનાવ્યો છે.

Image result for kaepernick

તમને જણાવી દઈએ કે અમેરિકામાં આફ્રિકા-અમેરિકા મૂળના લોકો પર થયેલા પોલીસ હુમલાની વિરુદ્ધ કેપરનિકે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. વર્ષ ૨૦૧૬ દરમ્યાન એક ટુર્નામેન્ટ દરમ્યાન વિરોધ કરવા માટે રાષ્ટ્રગીતમાં ઉભા નહતા રહ્યા અને ઘૂંટણ પર બેસી ગયા હતા. તે સમયે ઘણા ખેલાડીએ તેનો સાથ આપ્યો હતો તો કેટલાકે વિરોધ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ તેમના આ વર્તનને અનુચિત જણાવવામાં આવ્યો હતો.

Image result for kaepernick

Image result for kaepernick

 

નાઈકીકોલિન કેપરનિક સાથે કરાર કર્યો છે જેની ટેગલાઈન ખુબ જોરદાર છે. નાઈકીએ આ ટેગલાઈન વાપરી છે : જે વસ્તુમાં તમે વિશ્વાસ રાખો છો તેના પર તમારો ભરોશો કાયમ રાખો, પછી ભલે તેના માટે ભલે બીજું બધું છોડવું કરવું પડે.  

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેના વળતા પ્રહારમાં કીધું હતું કે નાઈકી મારા ભાડુઆત છે તેઓ આજની તારીખમાં પણ ઘણા ભાડા ચુકવે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે તેમની ટેગલાઈન એક ભયંકર સંદેશ છે જે તેઓ મોકલી રહ્યા છે. કદાચ તેમના  આ હેતુની પાછળ કોઇક  કારણ જવાબદાર હશે. તેમ છતાં આ એક ભયંકર મેસેજ છે કંપનીએ આવો મેસેજ નહતો મોકલવાનો.