bollydoow/ અભિનેત્રી ઝરીન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યૂ, જાણો શું છે કેસ

કોલકાતાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં અભિનેત્રી ઝરીન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યૂ કર્યું છે.

film industry Trending
Mantavyanews 38 અભિનેત્રી ઝરીન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યૂ, જાણો શું છે કેસ

કોલકાતાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં અભિનેત્રી ઝરીન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યૂ કર્યું છે. અહીંની એક ઇવેન્ટ કંપનીએ અભિનેત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ વોરંટ બાદ ઝરીન ખાન મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જો તે કોર્ટમાં હાજર નહીં થાય તો તેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.

અભિનેત્રી ઝરીન ખાન પર આરોપ છે કે તેણે કોલકાતામાં 6 કાલી પૂજા કાર્યક્રમમાં ભાગ લેવા માટે કરાર કર્યો હતો પરંતુ એકમાં પણ ભાગ લીધો ન હતો અને પૈસા પણ લીધા હતા. ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની વતી આ ફરિયાદ નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જે બાદ નારકેલડાંગા પોલીસે સિયાલદહ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. મામલો સામે આવ્યા બાદ અમે આ મામલે ઝરીન ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. આ પછી કોર્ટે ઝરીન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, ઝરીન ખાન એ જ અભિનેત્રી છે જેને સલમાન ખાને કેટરીના સાથેના બ્રેકઅપ બાદ લોન્ચ કરી હતી. ઝરીનને પણ કેટરિના જેવી જ દેખાતી હોય માનવામાં આવતું હતું. અભિનેત્રીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો ઝરીન ખાને ‘હાઉસફુલ 2’, ‘રેડી’ અને ‘હેટ સ્ટોરી 3’માં પોતાના દમદાર અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું હતું. અભિનેત્રી છેલ્લે વર્ષ 2021માં ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’માં જોવા મળી હતી.

આ પણ વાંચો: Starlink/ ‘એલોન મસ્ક’ની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસની ભારતમાં એન્ટ્રી!

આ પણ વાંચો: Missing China Defence Minister/ ચીનના રાજકારણમાં સૌથી મોટુ બવંડર, ગુમ થયેલા રક્ષા મંત્રી પર આવી આ અપડેટ; દુનિયા સ્તબ્ધ થઈ

આ પણ વાંચો: Asia Cup 2023/ ભારતીય ટીમે આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો, શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું