પેશાવરઃ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના પુત્રનું અપહરણ થયું હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. રિપોર્ટ અનુસાર હાફિઝ સઈદનો પુત્ર કમાલુદ્દીન સઈદ 26 સપ્ટેમ્બરની સાંજથી ગુમ છે. પાકિસ્તાનના ઘણા સિનિયર પત્રકારોએ દાવો કર્યો છે કે ઇન્ટેલિજન્સ એજન્સી આઇએસઆઇ પણ તેની હજુ સુધી શોધી શક્યા નથી. હજુ સુધી આ સમાચારને પાકિસ્તાનની સરકાર કે પોલીસ તંત્ર દ્વારા પુષ્ટી કરવામાં આવી નથી.
ટાઈમ્સ અલ્જેબ્રા નામના ટ્વિટર હેન્ડલે દાવો કર્યો છે કે કમાલુદ્દીન સઈદ ગુમને કેટેલાક અજાણ્યા લોકો કારમાં ઉઠાવી ગયા છે. કમાલુદ્દીન સઈદનું અપહરણ થતાં આઇએસઆઇના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. બીજી તરફ કમાલુદ્દીન સઈદ ગુમ થવાથી હાફિધ સઇદની હાલત ખરાબ થઇ ગઇ છે.
આ બનાવને લઇને પાકિસ્તાની એજન્સીઓમાં ભયનો માહોલ છે કારણ કે ભૂતકાળમાં ભારતમાંથી ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદીઓ સહિત ઘણા વોન્ટેડ આતંકવાદીઓ માર્યા ગયા છે. ગત વર્ષે હાફિઝ સઈદના ઘરની નજીક બોમ્બ વિસ્ફોટ થયો હતો અને પાકિસ્તાની એજન્સીઓએ દાવો કર્યો હતો કે હાફિઝ સઈદને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જણાવી દઇએ કે પાકિસ્તાની નાગરીક હાફઇઝ સઇદ અત્યારે પાકિસ્તાનની જેલમાં બંધ છે. હાફિઝ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સર્વેસર્વા છે. લશ્કર-એ-તૈયબાને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની સાથે ભારત, અમેરિકા, યુરોપિયન યુનિયન, રશિયા અને ઓસ્ટ્રેલિયાએ આતંકાવાદી સંગઠન જાહેર કર્યું છે. હાફિઝ સદઇ મુંબઇમાં થયેલા 26/11 હુમલાનો માસ્ટર માઇન્ડ છે.