Gandhinagar News/ ગાંધીનગરમાં ગેરકાયદે નોન-વેજ દુકાનો સામે મોરચો

શહેરમાં કેટલીક જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન કરીને નોન-વેજની દુકાનો (Non Veg Shops)અને લારીઓ ધમધમી રહી છે

Gujarat Gandhinagar
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગેરકાયદે રીતે ચાલતી નોન-વેજની દુકાનો (Non Veg Shops)અને લારી-ગલ્લાઓનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે

Gandhinagar News : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગેરકાયદે રીતે ચાલતી નોન-વેજની દુકાનો (Non Veg Shops)અને લારી-ગલ્લાઓનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-3ના ચાર BJPકોર્પોરેટરોએ સંયુક્ત હસ્તાક્ષર સાથે મનપા કમિશનરને લેખિત રજૂઆત કરી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે સેક્ટર-24 નજીક જાહેર સ્થળેથી મૃત પશુના અવશેષો મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો છે અને વિસ્તારના લોકોમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

શહેરમાં કેટલીક જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન કરીને નોન-વેજની દુકાનો (Non Veg Shops)અને લારીઓ ધમધમી રહી છે

રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શહેરમાં કેટલીક જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન કરીને નોન-વેજની દુકાનો અને લારીઓ ધમધમી રહી છે. આવી પ્રવૃત્તિઓના કારણે નાગરિકોની ધાર્મિક અને સામાજિક લાગણીઓને ઠેસ પહોંચે છે તેમજ શહેરની સ્વચ્છતા, જાહેર આરોગ્ય (Public Health)અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે.

ભાજપના સ્થાનિક જનપ્રતિનિધિઓએ મહાનગરપાલિકા તંત્રને આ મુદ્દે તાત્કાલિક તપાસ હાથ ધરી ગેરકાયદે રીતે ચાલતી તમામ માંસ-મટનની દુકાનો (Non Veg Shops)અને લારી-ગલ્લાઓ સામે કાયદાકીય પગલાં ભરવા માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે નિયમિત ચેકિંગ અને દેખરેખ વધારવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

હવે મહાનગરપાલિકા તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે શું કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિક નાગરિકોની નજર મંડાઈ છે.


આ પણ વાંચો : ભુજમાં McDonaldsમાં વેજ બર્ગરના બદલે નોન-વેજ પીરસાતા વિવાદ

આ પણ વાંચો : ઓફિસો-શાળાઓ બંધ, હોસ્પિટલો અડધો દિવસ, નોન-વેજની દુકાનો પણ બંધ, જાણો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ક્યાં અને કયા નિયમો લાગુ પડશે 

આ પણ વાંચો : 4 દિવસ માટે બંધ રહે ઇંડા અને માંસની દુકાનો, ગાંધીનગર મેયરની માંગ….