Jamnagar News/ જામનગરમાં 23 કરોડથી વધુના GST કૌભાંડનો પર્દાફાશ

રાજ્ય GST વિભાગે આ કાર્યવાહી દ્વારા કરચોરી અને ખોટા દસ્તાવેજોના આધારે સરકારી આવકને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક વલણ અપનાવવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે

Gujarat Top Stories Others
જામનગર (Jamnagar)માં રાજ્ય GST (SGST) વિભાગે કરોડો રૂપિયાના GST કૌભાંડનો પર્દાફાશ કરતાં મોટી કાર્યવાહી હાથ ધરી છે

Jamnagar News : જામનગરમાં રાજ્ય GST વિભાગે કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડનો પર્દાફાશ કરતાં મોટી કાર્યવાહી હાથ ધરી છે.  રાજ્ય જીએસટી વિભાગની તપાસ દરમિયાન માંડવરા ટ્રેડિંગ કંપની દ્વારા બોગસ બિલિંગ અને ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

તપાસમાં સામે આવ્યું છે કે કંપનીએ આશરે રૂ. 23.08 કરોડની ખોટી વેરાશાખ ઉભી કરીને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ મામલે SGST વિભાગે કંપની સાથે સંકળાયેલા આયુષ શાહ અને તેમના પિતા સુરેશચંદ્ર શાહની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોગસ બિલિંગના આધારે ખોટી ITCનો લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન નાણાકીય વ્યવહારો, બેંક ટ્રાન્ઝેક્શન તેમજ અન્ય વ્યાપારી કનેક્શનોની પણ વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે.

દરેડ GIDC વિસ્તારના વેપારી વર્તુળોમાં આ કાર્યવાહી બાદ ભારે ચર્ચા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. વિભાગના સૂત્રોનું માનવું છે કે તપાસ આગળ વધતાં આ કૌભાંડમાં અન્ય વ્યક્તિઓ અથવા કંપનીઓના નામ પણ સામે આવી શકે છે.

રાજ્ય જીએસટી વિભાગે આ કાર્યવાહી દ્વારા કરચોરી અને ખોટા દસ્તાવેજોના આધારે સરકારી આવકને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક વલણ અપનાવવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : અમદાવાદ કસ્ટમ્સમાં IGST કૌભાંડ, ઈન્સ્પેક્ટર રૂપરામ યાદવની ધરપકડ, કરોડોનો બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો આરોપ

આ પણ વાંચો : GST કૌભાંડમાં જામનગરના વધુ એક CA સામે ફરિયાદ, ખાનગી કંપની સાથે કરી છેતરપિંડી

આ પણ વાંચો : મહેશ લાંગા કેસ: EDની GST કૌભાંડનો તપાસનો દોર IAS સુધી પહોંચ્યો