Junagadh/ સરોડ ગામની કફોડી સ્થિતિ : પુર ઓસરી ગયા તો બાદ પણ પાણી ભરાયા, જનજીવન બન્યું અસ્તવ્યસ્ત

કેશોદ તાલુકાનાં સરોડ ગામે પાણી ભરાઈ જતાં વિધાર્થીઓ શાળાએ જતાં નથી ખેડૂતો જોખમ ખેડીને આવજા કરે છે…

Gujarat Others
  • કેશોદ તાલુકાનાં સરોડ ગામે પાણી ભરાઈ જતાં વિધાર્થીઓ શાળાએ જતાં નથી ખેડૂતો જોખમ ખેડીને આવજા કરે છે…
  • કેશોદના સરોડ ગામની પાણી ભરાઈ જવાની સમસ્યામાં આશ્ર્વાસન મળે છે ઉકેલ આવતો નથી…

કેશોદ તાલુકાનાં ઘેડ પંથકમાં આવેલ ઓઝત નદી સાબળી નદી કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાની સાથે સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમનાં દરવાજા ખોલવામાં આવે તો પુર આવતાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પાણી ઓસરી જતાં પરિસ્થિતિ સામાન્ય બની જાય છે. પરંતુ સરોડ ગામમાં પાણી ભરાઈ ગયા પછી નિકાલ માટે વ્યવસ્થા ન હોવાથી પંદર પંદર દિવસ સુધી પાણી ભરાઈ રહેતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.

કેશોદ તાલુકાનાં નાનકડાં એવાં સરોડ ગામે બાલાગામ સરોડ રોડ પર ગોઠણડૂબ પાણી ભરાઈ રહેતાં બાળકો શાળાએ જઈ શકતાં નથી. ત્યારે સિત્તેરેક જેટલા ખેડૂતો જોખમ ખેડીને ખેતરે આવજા કરે છે.

ગત વર્ષે ચોમાસામાં પાણી ભરેલાં હોવાથી કેશોદના સરોડ ગામે એક બિમાર દર્દીને સમયસર સારવાર માટે કેશોદ કે જુનાગઢ લાવી ન શકતાં મૃત્યુ નીપજયું હતું. કેશોદ તાલુકાનાં સરોડ ગ્રામ પંચાયત દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને વારંવાર લેખિતમાં મૌખિક રજૂઆતો કરી છે ત્યારે માત્ર આશ્વાસન મળે છે કોઈ નક્કર ઉકેલ આવતો નથી.

વડોદરા/ દારૂ પીધા બાદ યુવકને આંખે દેખાતું બંધ, શું વધુ એક લઠ્ઠાકાંડ સર્જાશે ?