Ahmedabad News/ અમદાવાદના નિવૃત્ત વૃદ્ધ બન્યા સાયબર ક્રાઈમનો ભોગ,કાર્ડના બહાને રૂ. 3.38 લાખ ટ્રાન્સફર કરી લેવાયા

અમદાવાદ(Ahmedabad)માં સાયબર ક્રાઈમ, ક્રેડિટ કાર્ડ આપવાના નામે વૃદ્ધ સાથે લાખો રૂપિયાની ઠગાઈ

Breaking News Ahmedabad Gujarat
ahmedabad

Ahmedabad News:સિનિયર સિટીઝન ક્રેડિટ કાર્ડ ઠગાઈનો એક કિસ્સો અમદાવાદ (Ahmedabad)ના દાણીલીમડા વિસ્તારમાંથી સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, 66 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ તેનો ભોગ બન્યા છે. બેંક કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિના કોલ પછી તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ. 3.38 લાખ ટ્રાન્સફર થઈ ગયા.

Ahmedabad માં વૃદ્ધ સાથે ઠગાઈ

દાણીલીમડાની ઝારા રેસીડેન્સીમાં રહેતા નાવેદ ઝાહીદબેગ સઉદભાઈ ચુગતાલ નામના 66 વર્ષીય વૃદ્ધે આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમના કહેવા પ્રમાણે, લગભગ એક મહિના પહેલાં તેમણે ફેસબુક પર સિનિયર સિટીઝન ક્રેડિટ કાર્ડની જાહેરાત જોઈ હતી.

આ અંગે તપાસ કરવા તેઓ કાંકરિયા અપ્સરા સિનેમા પાસે આવેલી આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકની શાખાએ ગયા હતા. ત્યાં તેમને જણાવાયું હતું કે તેમને ફોન કરવામાં આવશે.

ગત 14 ઓક્ટોબરે સાંજે સાતેક વાગ્યે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે ICICI બેંકમાંથી વાત કરતો હોવાનું કહ્યું હતું. આ વોટ્સએપ ઠગાઈ (WhatsApp fraud)ના કેસમાં તેણે કાર્ડ માટેનું ફોર્મ વોટ્સએપ પર મોકલવાની વાત કરી હતી.

સિનિયર સિટીઝન ક્રેડિટ કાર્ડ ઠગાઈની ફરિયાદની વિગતો   

ત્યારબાદ બીજા એક નંબર પરથી ફરિયાદીના વોટ્સએપ પર બે ફાઈલ આવી. તેમનાં નામ ‘ICICI Pension Card Download Form.apk’ અને ‘Customer support.2.apk’ હતાં. આ APK ફાઈલ ઠગાઈ (APK file fraud)ના કેસમાં વૃદ્ધે ફાઈલો ખોલતાં જ ફોન હેન્ગ થઈ ગયો હતો.

ફોન આપમેળે અપડેટ થવા લાગ્યો, અને તે દરમિયાન બેંકમાંથી પૈસા ડેબિટ થયાના મેસેજ આવવા લાગ્યા. આથી તેમણે તરત જ ઈન્ટરનેટ ડેટા બંધ કરી દીધો હતો.

સિનિયર સિટીઝન ક્રેડિટ કાર્ડ ઠગાઈમાં કેટલી રકમ ગઈ

ફરિયાદ મુજબ, ડેટા બંધ કરતાં પહેલાં પુણેની ચિંચવડ બ્રાંચના સેવિંગ્સ એકાઉન્ટમાંથી રૂ. 2.35 લાખ ટ્રાન્સફર થઈ ચૂક્યા હતા. આ ઉપરાંત વીઝા પ્લેટિનમ ક્રેડિટ કાર્ડમાંથી બે ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 1.03 લાખ પણ ટ્રાન્સફર થયા હતા. બંને રકમ મળીને કુલ રૂ. 3.38 લાખ ટ્રાન્સફર થયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસ તપાસ અને ફરિયાદ

આ અમદાવાદ સાયબર ઠગાઈ (Ahmedabad cyber fraud)ના મામલે વૃદ્ધે સાયબર હેલ્પલાઈન 1930 (cyber helpline 1930) પર ફરિયાદ કરી હતી. ત્યારબાદ દાણીલીમડા પોલીસએ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:Gandhinagar Cyber Fraud: ગુજરાતના ગાંધીનગરના એક 65 વર્ષીય નિવૃત્ત શાળા શિક્ષકને કેન્દ્રીય તપાસ અધિકારીઓ તરીકે રજૂ કરીને સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા લગભગ એક મહિના સુધી “ડિજિટલ એરેસ્ટ” કરવામાં આવ્યા હતા અને 99 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો:સાયબર છેતરપિંડી રોકવા RBI અમદાવાદમાં એક્શન મોડમાં, Cyber Fraud થાય તો ‘1930’ પર તુરંત કરો કોલ

આ પણ વાંચો:અમદાવાદમાં “Mission Cyber Rakshika” અભિયાન શરૂ