Mehsana News: મહેસાણા PSI બદલીના આદેશમાં જિલ્લા પોલીસ અધીક્ષક કચેરીએ વહીવટી કારણોસર PSI અને ASI કક્ષાના 6 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત વિજાપુર પોલીસ સ્ટેશનના PIને પણ લીવ રિઝર્વમાં મુકવાનો આદેશ કરાયો છે. કચેરી દ્વારા પોલીસ તંત્રમાં શિસ્ત અને કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે.
PSI transferની વિગતો

બદલીના આદેશ અનુસાર મહેસાણા SOG (Mehsana SOG)માં ફરજ બજાવતા PSI એસ. એમ. ચૌધરીની નંદાસણ પોલીસ મથકે બદલી કરવામાં આવી છે. મહેસાણા પેરોલ ફર્લો સ્ક્વોડ (parole furlough squad)માં કાર્યરત PSI કે. જી. ચૌધરીને વિજાપુર પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
વિજાપુર PI લીવ રિઝર્વમાં
વિજાપુર PI (Vijapur PI) ડી. જે. દેસાઈને લીવ રિઝર્વ (leave reserve)માં મુકવાનો આદેશ કરાયો છે.
તેમની જગ્યાએ પેરોલ ફર્લો સ્ક્વોડમાંથી ટ્રાન્સફર થયેલા PSI કે. જી. ચૌધરીને વિજાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
PSI બદલી હેઠળ અન્ય નિમણૂકો
સતલાસણા પોલીસ મથકના PSI યુ. બી. ઝાલાની એન્ટી રેડીકલાઇઝેશન સેલ ખાતે બદલી કરવામાં આવી છે. તેમને પેરોલ ફર્લો સ્ક્વોડનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે. મહિલા પોલીસ સ્ટેશનના PSI યુ. કે. પટેલની વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.
PSI આર. કે. મીરને લીવ રિઝર્વમાં મૂકીને એન્ટી નાર્કોટીક્સ વીંગમાં અટેચ કરવાનો નિર્ણય લેવાયો છે. નંદાસણ પોલીસ સ્ટેશનના PSI જે. એમ. ગેહલોતની મહેસાણા SOG શાખામાં બદલી કરવામાં આવી છે જ્યાં તેમને નવી જવાબદારી સોંપવામાં આવશે.
આ પણ વાંચો:વડોદરા પોલીસ બેડામાં બદલીઓનો ધમધમાટ! 9 PI સહિત SOG અને PCBના 11 કર્મચારીઓની આંતરિક બદલી
આ પણ વાંચો:વડોદરા પોલીસ બેડામાં બદલીઓનો ધમધમાટ! 9 PI સહિત SOG અને PCBના 11 કર્મચારીઓની આંતરિક બદલી
આ પણ વાંચો:મહેસાણા પોલીસ બેડામાં મોટો ફેરફાર, 24 અધિકારીઓની તાત્કાલિક બદલી
