મહેસાણા જિલ્લામાં પોલીસ વહીવટમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર જિલ્લામાં ફરજ પર રહેલા બે પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ 22 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરવામાં આવી છે.
આ બદલીઓ પાછળનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો તેમજ વહીવટી કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો હોવાનું પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અધિકારીઓને કાર્યક્ષમતા અને પ્રશાસનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખી નવી જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી છે.
એક સાથે કુલ 24 પોલીસ અધિકારીઓની બદલી થતાં મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. આ આદેશ બાદ તમામ બદલી થયેલા અધિકારીઓને તેમના નવા નિમણૂક સ્થળે વિલંબ વિના હાજર થવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો:વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગમાં બદલીનો ઘાણવો, 9 PIની આંતરિક બદલીથી વિભાગમાં ખળભળાટ
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્યમાં 19 PI અને 41 PSIની બદલી, પોલીસ વિભાગમાં ચર્ચા
આ પણ વાંચો:નવા વર્ષની પહેલાં મહેસાણા જિલ્લા પોલીસમાં મોટો ગંજીફો, 206 પોલીસકર્મીઓની સાગમટે બદલી
