- વિશ્વનાં ટોચનાં દેશોમાં ભારત નવા કેસમાં અવ્વલ
- ભારતમાં નવા 96 હજારથી વધુ કોરોના કેસ
- USમાં કોરોનાનાં નવા 49,460 કેસ
- બ્રાઝિલમાં કોરોનાનાં નવા 38,233 કેસ
- ફ્રાન્સમાં કોરોના વાયરસનાં નવા 10 હજાર કેસ
- વિશ્વમાં હાલ 2.28 કરોડ એક્ટિવ કેસ
- વિશ્વમાં કુલ કેસનો આંક 13.23 કરોડને પાર
સમગ્ર વિશ્વ આજે ફરી કોરોનાની ઝપટમાં આવી રહ્યુ છે. એકવાર ફરી જ્યાથી શરૂઆત થઇ હતી ત્યા જ સમગ્ર વિશ્વ ફરી આવી ગયુ હોય તેવા કોરોનાનાં આંકડાઓ સામે આવી રહ્યા છે. સમગ્ર વિશ્વને એકવાર ફરી કોરોના મહામારીએ મહાભરડો લીધો છે. વિશ્વનાં ટોચનાં દેશોમાં ભારત નવા કેસમાં અવ્વલ છે.

હાય ગરમી / માર્ચ મહિનામાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, 121 વર્ષોમાં ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો
2019 નાં અંતમાં વિશ્વમાં આ કોરોના વાયરસે ફેલાવવાની શરૂઆત કરી હતી તે આજે પણ સતત ફેલાતો જઇ રહ્યો છે. વિશ્વમાં આજે કોરોનાનાં કુલ કેસ 13.23 કરોડને પાર પહોંચ્યા છે, જયારે મૃત્યુઆંક 28 લાખને પાર કરી ગયો છે. વર્લ્ડોમીટર વેબસાઈટનાં રિપોર્ટ અનુસાર કોરોનાથી સૌથી વધુ હાહાકાર હવે ભારતમાં જોવા મળી રહ્યો છે. અહી સૌથી વધુ નવા 96 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે અમેરિકામાં પણ કોરોનાનો કેર યથાવત છે. અહી કોરોનાનાં નવા 49,460 કેસ નોંધાયા છે. જો અહી બ્રાઝિલની વાત કરીએ તો નવા કોરોનાનાં 38,233 કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં કોરોના વાયરસનનાં નવા 10 હજાર કેસ નોંધાયા છે.

બેકાબુ કોરોના / કોરોનાએ PM મોદીની ઊંઘ કરી હરામ, 8 એપ્રિલે ફરીથી મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા
આપને જણાવી દઇએ કે, આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનો આંક ઝડપથી વધી રહ્યો છે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનો કુલ આંક 13.23 કરોડ પહોંચી ગયો છે. હાલમાં 2.28 કરોડ એક્ટિવ કેસ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
