Gujarat News/ આવક કરતાં વધુ સંપત્તિ કેસમાં ACBની મોટી કાર્યવાહી

ACBના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર મામલાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે

Top Stories Gujarat
ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આવક કરતાં વધુ સંપત્તિ એકત્ર કરવાના આરોપસર તત્કાલીન રીજનલ ડેવલપમેન્ટ કમિશનર (RDC) કેતકી વ્યાસ સામે ગુનો નોંધ્યો છે

Gujarat News : ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરોએ આવક કરતાં વધુ સંપત્તિ એકત્ર કરવાના આરોપસર તત્કાલીન રીજનલ ડેવલપમેન્ટ કમિશનર (RDC) કેતકી વ્યાસ સામે ગુનો નોંધ્યો છે. એસીબીની પ્રાથમિક તપાસમાં કેતકી વ્યાસ દ્વારા કાયદેસર આવકના સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ એકત્ર કરવામાં આવી હોવાના પુરાવા સામે આવતા અમદાવાદ એસીબી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તપાસ મુજબ વર્ષ 2012થી 2023 દરમિયાન કેતકી વ્યાસે (Ketaki Vyas)પોતાની જાણીતી આવકની સરખામણીએ આશરે રૂ. 3.56 કરોડની અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરી હોવાનો આક્ષેપ છે. એસીબીના અહેવાલ અનુસાર આ સંપત્તિ તેમની કાયદેસર આવક કરતાં અંદાજે 68.84 ટકા વધુ હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં સ્થાવર અને જંગમ મિલકતોમાં કરવામાં આવેલા રોકાણો, બેંકિંગ વ્યવહારો તેમજ અન્ય નાણાકીય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ એસીબીદ્વારા પ્રાથમિક તપાસ પૂર્ણ કરીને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ACBના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર મામલાની વધુ તપાસ શરૂ

હાલ કેતકી વ્યાસ ફરજ મોકૂફી હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ACBના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર મામલાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સંપત્તિના સ્ત્રોત, રોકાણના માધ્યમો અને અન્ય સંભવિત સંકળાયેલા મુદ્દાઓની પણ વિગતવાર ચકાસણી કરવામાં આવશે.

આ કેસ રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:સુરતમાં DGVCLના સિનિયર ક્લાર્કની ખેડૂત પાસેથી લાંચ લેતા ACBએ કરી ધરપકડ

આ પણ વાંચો:ગુજરાત ACBની સફળ ટ્રેપ, સુરત શહેર ટ્રાફિક વિભાગના એએસઆઈ અને વચેટિયાને લાંચ લેતા ઝડપ્યા

આ પણ વાંચો:રતમાં ASIએ ભાઈને મોકલ્યો હતો લાંચ લેવા, ACBએ 5 લાખ લેતા રંગે હાથે ઝડપ્યો