Surat News/ સુરતમાં DGVCLના સિનિયર ક્લાર્કની ખેડૂત પાસેથી લાંચ લેતા ACBએ કરી ધરપકડ

સુરત માં તંત્રની પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની વાતનો પરપોટો વધુ એક વખત ફૂટ્યો છે. ACBએ શહેરની બહાર આવેલા અને DGVCLની સબડિવિઝનમાં કામ કરતાં સિનિયર ક્લાર્કની 70 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી છે.

Top Stories Gujarat Surat Breaking News
સુરત ના DGVCLનો આ કર્મચારી પગાર 85 હજાર પણ લાંચ જોઈએ 70 હજાર

Surat News: સુરતમાં તંત્રની પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની વાતનો પરપોટો વધુ એક વખત ફૂટ્યો છે. ACBએ શહેરની બહાર આવેલા અને DGVCLની સબડિવિઝનમાં કામ કરતાં સિનિયર ક્લાર્કની 70 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ સિનિયર ક્લાર્કનો પગાર રૂ. 85 હજાર હતો તો પણ તેણે ખેડૂત પાસેથી વીજ જોડાણ માટે લાંચ માંગી હતી. હવે જો એક-એક ખેડૂતે એક વીજ જોડાણ મેળવવા માટે લગભગ એક લાખ રૂપિયાની લાંચ આપવી પડતી હોય તો પછી તંત્રની પારદર્શકતાની અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટના બધા દાવાનો અહીં છેદ જ ઉડી જાય છે. પછી ખેડૂત તંત્ર સામે રસ્તા પર ન ઉતરે તો શું કરે.

સુરત મા

આશ્ચર્યની વાત તો એ છે કે DGVCLનો આ કર્મચારી 23 વર્ષથી કામ કરી રહ્યો છે અને ₹85,000 નો માતબર પગાર હતો. આ સિનિયર ક્લાર્કે ખેડૂત પાસેથી લાંચ લેવા એક લેબર કોન્ટ્રાક્ટરને મોકલ્યો હતો. ACB  સ્ટાફે છટકું ગોઠવીને તેની રંગે હાથે ધરપકડ કરી છે. ACBએ બંને લાંચ લેનારાઓ સામે કેસ દાખલ કર્યો છે અને તેમની ધરપકડ કરી છે.

કામરેજના એક ખેડૂતે તેની જમીન માટે વાણિજ્યિક વીજળી જોડાણ માટે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી. વીજળી મીટર લગાવ્યા પછી, સિનિયર ક્લાર્કે ખેડૂત પાસેથી લાંચ માંગવાનું શરૂ કર્યું. તેણે શરૂઆતમાં ₹1.20 લાખની માંગણી કરી. વાટાઘાટ પછી ખેડૂત ₹70,000 આપવા સંમત થયો. દરમિયાન, ખેડૂતે સુરત ACB ઓફિસમાં ફરિયાદ પણ નોંધાવી. સિનિયર ક્લાર્કની સૂચના મુજબ લેબર કોન્ટ્રાક્ટર ખેડૂત પાસેથી લાંચ લેવા માટે કામરેજ ટોલ નાકા પાસે સ્વાગત નર્સરીમાં આવ્યો હતો.

સિનિયર ક્લાર્કે તેના મિત્ર ભરત સાવલિયાને લાંચ લેવા મોકલ્યો. ભરત એક લેબર કોન્ટ્રાક્ટર છે. જ્યારે ACB સ્ટાફે ભરત સાવલીયાને લાંચ લેતા પકડ્યા ત્યારે સિનિયર ક્લાર્ક ફિલ્ડમાં હતો. ACBની બીજી ટીમ સિનિયર ક્લાર્ક પર નજર રાખી રહી હતી.

લેબર કોન્ટ્રાક્ટરે લાંચ લીધી અને ફોન પર ક્લાર્ક સાથે વાત કરી, ત્યારે ACBની બીજી ટીમે તેને ફિલ્ડમાંથી ઉપાડી લીધો. જ્યારે ACB સ્ટાફે 70,000 રૂપિયાની લાંચનો ઉલ્લેખ કર્યો, ત્યારે ક્લાર્ક રંગે હાથ ઝડપાઈ ગયો. જો ACB 2025 માં લાંચ લેનાર ક્લાર્ક દ્વારા કેટલા વીજળી મીટર જારી કરવામાં આવ્યા હતા તે નક્કી કરવા માટે DGVCL સબડિવિઝનમાં કડક તપાસ કરે, તો ક્લાર્ક દ્વારા કરવામાં આવેલા અન્ય કૌભાંડોનો પણ પર્દાફાશ થઈ શકે છે. આ ઉપરાંત આ લાંચમાં કેટલા બીજા કર્મચારીઓનો ભાગ હોવાની પણ એસીબીને શંકા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત લાંચ કાંડમાં કોર્પોરેટરની જામીન અરજી ફગાવાઈ

આ પણ વાંચો: સુરતમાં અઢી લાખ રૂપિયાની લાંચ લેતા સબ રજીસ્ટાર ઝડપાયો

આ પણ વાંચો: ટ્રાફિકમાં હેરાન નહી કરવા 15 હજારની લાંચ લેતા સુરતમાં TRB જવાન ઝડપાયો, અન્ય એક જવાન ફરાર