New Delhi News/ આત્મહત્યાનો દર દેશમાં વસ્તી વૃદ્ધિ દર કરતા પણ વધારે, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ એટલી ઝડપથી વધી છે કે વસ્તી વૃદ્ધિ દર અને કુલ આત્મહત્યાના કેસ કરતાં સરેરાશ વધારે છે. છેલ્લા દાયકામાં ભારતમાં 0 થી 24 વર્ષની વયજૂથના લોકોની સંખ્યા 582 મિલિયનથી ઘટીને 581 મિલિયન થઈ છે. તે જ સમયે, વિદ્યાર્થીઓ દ્વારા…

Top Stories India

New Delhi News: ભારતમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનો (Suicide Rate) દર દેશમાં વસ્તી વૃદ્ધિ દર કરતા વધારે છે. આ ચોંકાવનારી વાત એક રિપોર્ટમાં કહેવામાં આવી છે. NCRB ડેટાના આધારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સંકટ સતત વધી રહ્યું છે. દર વર્ષે આત્મહત્યાના દરમાં 2 ટકાનો વધારો થાય છે, જ્યારે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 4 ટકાનો વધારો થઈ રહ્યો છે. આત્મહત્યાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવતા નથી ત્યારે આ સ્થિતિ છે. IC3 સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટનું શીર્ષક છે ‘વિદ્યાર્થી આત્મહત્યાઃ ભારતમાં વધતી જતી મહામારી’.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘છેલ્લા બે દાયકામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસમાં 4 ટકાના દરે વધારો થયો છે. આ રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણું છે. 2022માં આત્મહત્યા કરનારા કુલ વિદ્યાર્થીઓમાંથી 53 ટકા છોકરાઓ હતા. 2021 અને 2022 ની વચ્ચે, પુરૂષ વિદ્યાર્થીઓના આત્મહત્યાના કેસમાં 6 ટકાનો ઘટાડો થયો હતો. છોકરીઓના આત્મહત્યાના કેસમાં 7 ટકાનો વધારો થયો છે. આ આંકડો ચિંતાજનક પણ છે અને દર્શાવે છે કે કેવી રીતે છોકરીઓ પણ શિક્ષણમાં ટોચનું સ્થાન હાંસલ કરવા દબાણ હેઠળ છે.

Student suicides increase by 70% between 2011 and 2021: NCRB | Nagaland Post

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘વિદ્યાર્થીઓની (Students) આત્મહત્યાના કિસ્સાઓ એટલી ઝડપથી વધી છે કે વસ્તી વૃદ્ધિ દર અને કુલ આત્મહત્યાના કેસ કરતાં સરેરાશ વધારે છે. છેલ્લા દાયકામાં ભારતમાં 0 થી 24 વર્ષની વયજૂથના લોકોની સંખ્યા 582 મિલિયનથી ઘટીને 581 મિલિયન થઈ છે. તે જ સમયે, વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના કેસ 6,654 ની સામે વધીને 13,044 થઈ ગયા છે. IC3 સંસ્થા એ સ્વયંસેવક સંસ્થા છે જે વિશ્વભરના શાળા સંચાલકોને તાલીમ આપવામાં મદદ કરે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા વધુ છે. દેશભરમાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓમાંથી ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ આ રાજ્યોમાંથી આવે છે.

Student suicide rate in India surpasses population growth rate

જો આપણે દક્ષિણ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો દેશમાં આત્મહત્યા કરનારા કુલ વિદ્યાર્થીઓમાંથી 29 ટકા વિદ્યાર્થીઓ અહીં છે. આ સિવાય રાજસ્થાન આ મામલે 10માં નંબર પર આવે છે. રાજસ્થાનના કોટા શહેરમાંથી અવારનવાર વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવાના અહેવાલો સામે આવે છે. આ રિપોર્ટ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા પર આધારિત છે, જે દેશભરમાં નોંધાયેલી એફઆઈઆરને (FIR) ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યો છે. એ પણ નોંધનીય બાબત એ છે કે આત્મહત્યાના ઘણા કિસ્સા નોંધાતા નથી કારણ કે લોકો તેને સામાજિક રીતે જણાવવાનું ટાળે છે. આ સિવાય કાયદાકીય ગૂંચવણો પણ લોકોને પરેશાન કરે છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના મહુવાની યુવતીની લગ્ન પછી યુએસ ગયાના ત્રણ જ મહિનામાં આત્મહત્યા?

આ પણ વાંચો:પ્રેમી અને પ્રેમિકાએ ટ્રેનની અડફેટે આવીને આત્મહત્યા કરી, વિસ્તારમાં ભયનો માહોલ

આ પણ વાંચો:પ્રથમ પત્નીની આત્મહત્યા, દુશ્મનાવટ અને અમેરિકન કનેક્શન