દેશના સુપ્રસિદ્ધ યાત્રાધામ માંના એક એવા જમ્મૂ-કશ્મીરના વૈષ્ણોદેવી માં ભાગદોડ મચી હતી અને નવા વર્ષ 2022ની શરૂઆત સાથે જ એક મોટી ઘટના બની છે, ત્યારે આ મોટી દુર્ઘટનામાં 12 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વૈષ્ણોદેવી માં બનેલી આ મોટી દુર્ઘટનાને લઈ દેશભરમાં લોકો હેરાન થયા છે, ત્યારે બીજી બાજુ આ ઘટનામાં ગુજરાતના રાજપીપળા જીલ્લાના જોશી પરિવારનો આબાદ બચાવ થયો છે.
આ પણ વાંચો :ભાજપ કોર્પોરેટરનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો, જુઓ વીડિયો પછી શું થયું…
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, પવિત્ર યાત્રાધામ વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ થઈ ત્યારે આ પરિવાર પણ ત્યાં ફસાયો હતો. પરિવારના છ સભ્ય વૈષ્ણોદેવીના દર્શને ગયા હતા, જો કે, સદનસીબે જોશી પરિવારના તમામ લોકોનો બચાવ થયો છે. હાલમાં તેઓ સહી સલામત કટરામાં અચે અને આ સમાચાર મળ્યા બાદ તેઓના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
જો કે આ પહેલા આ મોટી ઘટનાના સમાચાર દેશભરમાં ફેલાયા બાદ તેઓના પરિવારમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો, પરંતુ જયારે પરિવારના સભ્યો શી સલામત હોવાના અહેવાલ મળ્યા ત્યારે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો : સુરતમાં મોડી રાત્રે મકાનનો સ્લેબ થયો ધરાશાયી, એક વ્યક્તિનું મોત,ત્રણ ઘાયલ
પરિવારના મનાલી જોશીએ વીડિયો દ્વારા સલામત હોવાની માહિતી રાજપીપળા રહેતા સ્વજનોને આપી હતી. તેમણે આ દુર્ઘટનાના આંખો દેખ્યા અહેવાલ વિશે જણાવ્યુ હુતં કે, 31 તારીખની રાત્રે અમે માતાજીના દરબારમાં યાત્રા શરૂ કરી હતી. લગભગ 2.30 વાગ્યાના સમયે અમે વૈષ્ણોદેવી મંદિરમાં પહોંચ્યા હતા. ત્યાં અચાનક પાછળથી એક ટોળુ આવ્યું હતું. તેને કારણે ત્યાં અફરાતરફી મચી ગઈ હતી. અમે ખુદ અમારી આંખોએ આ ઘટના જોઈ હતી. મારી સાથે મોટો પરિવાર હતો, અમે એકબીજાથી વિખૂટા પડ્યા હતા. એક કલાકની મહેનત બાદ અમે સૌ ફરી મળ્યા હતા. ત્યાર બાદ અમે મહામહેનતે ધોડા અને ડોલીની મદદ લઈ નીચે ઉતર્યા હતા. હાલ મહામુસીબતે જમ્મુના કટરા ખાતે આવી પહોંચ્યા છીએ.
આ પણ વાંચો :ખજુદ્રા પ્રા.શાળાના ધો.૩ થી ૫ ના છાત્રોને ૧૦૦ એકડા પણ આવડતા નથી
આ પણ વાંચો : નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી અને એન.એસ.એસ.ના ઉપક્રમે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં
આ પણ વાંચો :ફેસબુક ફ્રેન્ડ રીકવેસ્ટની મિત્રતામાં લાખ્ખો રૂ.ની છેતરપીંડી કરનાર બે યુવતીઓ સમેત
