- સુરતમાં મકાનનો સ્લેબ ધરાશાયી થવાનો મામલો
- સારવાર દરમિયાન એક વ્યક્તિનું થયું મોત
- રાત્રે પાંડેસરના વડોદ ખાતે બની હતી ઘટના
- 3 લોકો ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા
સુરતમાંથી વર્ષના છેલ્લા દિવસે એક દુ:ખદ ઘટના બની હતી. અહીં શહેરના પાંડેસરના વડોદ ખાતે રાત્રે એક મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું તો ત્યાં જ ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા.
આ પણ વાંચો :સુરેન્દ્રનગરની દૂધરેજ પાસેની ખુલ્લી કેનાલ મોતના ઉઘાડા દ્વાર, છેલ્લા નવ માસમાં આઠ મૃતદેહો મળ્યા
આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરના વડોદ ખાતે મોડી રાત્રે જ્યારે ઘરના સભ્યો સૂઈ રહ્યા હતા ત્યારે આચનક મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. મકાનનો સ્લેબ ધરાશાયી થતાં અફરફતી મચી જવા પામી હતી. મકાનનો સ્લેબ પડવાનો કોલ મળતા જ સુરત ફાયર વિભાગ અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે હજુ પણ ત્રણ લોકો સારવાર હેઠળ છે.
આ પણ વાંચો :જિલ્લા માહિતી કચેરીના ફેલો નીતિન રથવીને માહિતી પરિવાર દ્વારા વિદાયમાન અપાયું
આ પણ વાંચો : સુશાસન સપ્તાહ નિમિત્તે ૬૩૩.૧૬ લાખના ૩૯૯ જેટલા વિકાસકાર્યોનું કરાયું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ
આ પણ વાંચો : વિપક્ષી નેતા સલીમ પાનવાલાની લઘુમતી વિસ્તારોની વિકાસની ઉપેક્ષાઓ સામે ગંભીર રજુઆત
