@Nikunj Patel
Vadodara News: વડોદરામાં એક વૃધ્ધાની હત્યાના બનાવે ચકચાર મચાવી છે. કારણકે આ બનાવમાં પુત્રએ જ માતાની હત્યા કરી નાંખી હતી. સળિયા વડે હુમલો કરી તથા દીવાલમાં માથુ પછાડીને પુત્રએ માતાની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે પોલીસે આરોપી પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ વડોદરાના વારસીયા વિસ્તારમાં હત્યાની આ ઘટના બની હતી. જેમાં પુત્રએ જ તેની માતાની હત્યા કરી નાંખી હતી. પુત્રએ પહેલા લોખંડના સળિયાથી માતાને માર માર્યો હતો. બાદમાં તેણે માતાનું માથુ દીવાલ સાથે પછાડતા ગંભીર રીતે ઘાયલ માતાનું મોત નીપજ્યુ હતું. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલો લોખંડનો સળિયો કબજે કર્યો છે.
તપાસમાં આરોપી પુત્રનું નામ હિમાંશુ અરોરા હોવાનું તથા તેણે તેની માતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃMurder Case/ ભુજના મોટા રેહા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારોથી નિર્મમ હત્યા
આ પણ વાંચોઃMehsana/ કડીના રાજપુર-ઈન્દ્રાડ રોડ ઉપર હિટ એન્ડ રનનો બનાવ, બે યુવાનોના મોત
આ પણ વાંચોઃવડાપ્રધાનની ડિગ્રીના માનહાનિ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
