Dharm & Bhakti: આચાર્ય ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલી નીતિઓ અને ચાણક્ય નીતિ સૂત્રો (Chanakya Niti Sutra) કઠોર અવશ્ય છે, પરંતુ જો કોઇ વ્યક્તિ એને પોતાના જીવનમાં વણી લે તો, તેના જીવનમાં કોઇ પણ પ્રકારની કમી રહેતી નથી!
કોણ હતા આચાર્ય ચાણક્ય?
ચાણક્ય પ્રાચીન ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિના પ્રકાંડ પંડિત હતા. ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupt Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.
ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthshastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે. સામ, દામ, દંડ અને ભેદ (Sam, Daam, Dand, Bhed) એ ચાર એમની નીતિના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે.
ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) લક્ષ્મીના આગમન વિશે શું કહે છે?
આચાર્ય ચાણક્ય (Acharya Chanakya)ને રાજનીતિ, અર્થશાસ્ત્ર અને કૂટનીતિના વિશેષજ્ઞ માનવામાં આવે છે, એમની દર્શાવેલી નીતિઓ એવી છે જેને તમે એકવાર જીવનમાં વણી લો, તો તમને આગેકૂચ કરતા કોઇ જ રોકી શકશે નહિં. આચાર્ય ચાણક્યની નીતિઓ કઠોર ભલે હોય, પરંતુ કહેવાય છે ને કે મહેનત કર્યા વિના ફળ પ્રાપ્ત થતું નથી!
એ ન્યાયે, આજના સમયમાં પણ આ નીતિઓ એટલી જ સુસંગત છે. આજે તમને આચાર્ય ચાણક્યની એક એવી નીતિ વિશે વાત કરીશું, જેને અપનાવી લેવાથી જીવનભર તમને ધન- સંપત્તિ (Wealth)ની કોઇ જ કમી રહેશે નહિં.
આચાર્ય ચાણક્યે પોતાની નીતિને શ્લોકના માધ્યમથી સમજાવી છે. આ શ્લોક (Shloka)માં દર્શાવ્યું છે કે, શું કરવાથી માતા લક્ષ્મી (Mata Lakshmi) સ્વયં તમારા ઘરે આકર્ષિત થશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થશે? આવો જાણીએ, કયા ઉપાયો કરવાથી તમારા ઘર પર ધનની દેવી મા લક્ષ્મી ની કૃપા સદૈવ વરસતી રહેશે?

આચાર્ય ચાણક્યનો શ્લોક
“મૂર્ખા: યત્ર ન પૂજ્યન્તે ધાન્યં યત્ર સુસંચિતમ્
દામ્પત્ય કલહો નાસ્તિ તત્ર શ્રી સ્વયમાગતા”
શ્લોકનો ભાવાર્થ
“જ્યાં મૂર્ખ (Stupid)ની પૂજા નથી થતી (એની વાત માનવામાં નથી આવતી) ત્યાં ધન-ધાન્યનો સંચય થાય છે અને જ્યાં પતિ-પત્નીમાં કલેશ નથી થતો ત્યાં શ્રી અર્થાત્ લક્ષ્મીનું સ્વયં આગમન થાય છે!”

1. મૂર્ખ મનુષ્યોની વાત પર કદી ભરોસો ન કરવો
આ શ્લોકનો અર્થ એ છે કે, મૂર્ખ વ્યક્તિઓની વાતોની કોઈ જ કિંમત નથી હોતી તથા જે ઘરમાં મૂર્ખ વ્યક્તિઓની વાતોને માનવામાં આવતી નથી, ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ થાય છે. આચાર્ય ચાણક્ય કહે છે કે, જે મૂર્ખ મનુષ્યોની વાત પર ભરોસો કરે છે અને એમના પગલે-પગલે ચાલે છે એમને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી. સફળતા મેળવવી હોય તો, મૂર્ખ વ્યક્તિની સલાહ ના લેવી પરંતુ વિદ્વાનોની વાતો (Advice of Scholars)ને અનુસરવું. વળી, જે મનુષ્ય સાચા માર્ગ પર ચાલીને પોતાનું લક્ષ્ય સાધે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા અવશ્ય વરસે છે.

2. અન્ન ના ભંડાર ખાલી ન રાખવા
આચાર્ય ચાણક્ય કહે છે કે, જે ઘરના રસોડામાં અનાજ (Grains) કદી ખતમ થતું નથી ત્યાં મા લક્ષ્મી સદા પ્રસન્ન રહે છે. તેથી અન્ન ભંડારને હંમેશાં ભરેલો રાખો, રસોડામાં અનાજ ખૂટતા પહેલા જ નવું અનાજ લઇ આવો. આ ઉપરાંત, અન્નનો અનાદર ના થાય એનું પણ ધ્યાન રાખવું. આવું કરવાથી, તમે ધનવાન હો તો પણ કંગાળ થઇ શકો છો.
3. પરિવારમાં પરસ્પર પ્રેમ જાળવી રાખો
આચાર્ય ચાણક્યનું કહેવું છે કે, જેમના પરિવારમાં એકતા (Family Unity) હોય છે ત્યાં ધન-ધાન્યની કમી થતી નથી અને સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે. એટલા જ માટે, જે ઘરના સભ્યો વચ્ચે પ્રેમ (Love)ની ભાવના જળવાતી હોય, એ ઘરના લોકોની ખૂબ પ્રગતિ થાય છે.
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…
આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…
