Not Set/ ભાજપમાં જોડાયા ગૌતમ ગંભીર, કહ્યું- પીએમ મોદીના દ્રષ્ટિકોણથી પ્રભાવિત છું

દિલ્હી, ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં જોડાય ગયા છે. નાણાંમંત્રી અરુણ જેટલી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદની હાજરીમાં ગૌતમ ગંભીરએ ભાજપમાં સભ્યપદ લીધું. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ નવી દિલ્હીની લોકસભા બેઠકથી ગંભીર ઉમેદવાર બની શકે છે. ભાજપમાં જોડાયા પછી ગૌતમ ગંભીરએ કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણથી પ્રભાવિત થયા પછી ભાજપમાં જોડાયો છું. […]

Top Stories India Trending Politics

દિલ્હી,

ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં જોડાય ગયા છે. નાણાંમંત્રી અરુણ જેટલી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદની હાજરીમાં ગૌતમ ગંભીરએ ભાજપમાં સભ્યપદ લીધું. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ નવી દિલ્હીની લોકસભા બેઠકથી ગંભીર ઉમેદવાર બની શકે છે.

ભાજપમાં જોડાયા પછી ગૌતમ ગંભીરએ કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણથી પ્રભાવિત થયા પછી ભાજપમાં જોડાયો છું. મને દેશ માટે કંઇક કરવાની તક આપવા બદલ ભાજપનો હું આભારી છું. પાર્ટી જે પણ આદેશ આપશે, હું તેને અનુસરીશ.

આ દરમિયાન અરુણ જેટલીએ કહ્યું કે ગૌતમ ગંભીરના પાર્ટીમાં આવવાથી ભાજપને ફાયદો થશે. તેમણે નવજોતસિંહ સિદ્ધુનું નામ લીધા વગર કહ્યું, “અમારા પાસે અનુભવ છે કે એવી રીતે એક ક્રિકેટર અચાનક પાકિસ્તાના પ્રત્યે સહાનુભૂતિ રાખવા વાળો બની ગયો, પરંતુ ગૌતમ ગંભીરનો એવો કોઈ જૂનો ઇતિહાસ નથી.”