Skin Care/ હોળીમાં ચહેરા પર લાગેલો પાક્કો રંગ કેવી રીતે કરશો દૂર? ત્વચા પણ રહેશે મુલાયમ

આજે અમે તમને જણાવીશું એવા અસરદાર ઉપાય કે જેનાથી તમે ત્વચા પર લાગેલા પાક્કા રંગને સરળતાથી દૂર કરી શકશો.

Trending Fashion & Beauty Lifestyle

Fashion and Beauty: આ વર્ષે કોઈપણ ચિંતા વગર તમે હોળી (Holi)ના રંગમાં રંગાઈ શકો છો. કારણ કે આજે અમે તમને જણાવા જઇ રહ્યા છીએ એવી ટીપ્સ કે જેનાથી તમે શરીર પર લાગેલા પાક્કા રંગને પણ સરળતાથી દૂર કરી શકશો.

Holi 2024: Tips to protect your hair and skin during colourful festivities  - CNBC TV18

હોળીનો તહેવાર રંગ અને ઉમંગનો તહેવાર છે, આ તહેવાર વર્ષના ખાસ તહેવારો માંથી એક છે જેને લોકો હરખ અને ઉલ્લાસથી મનાવે છે. પરંતુ મસ્તીના રંગથી રંગાઈ ગયા પછી ઘણી વાર સમસ્યા થાય છે જેમાં ઘણીવાર શરીર અને ચહેરા પર લાગેલા રંગ ઉતરતા નથી. ઘણીવાર ચહેરા પર લાગેલા રંગ એટલા પાક્કા હોય છે, કે ખૂબ ઘસ્યા પછી પણ રંગ સાફ થતા નથી. જેના કારણે ત્વચા સૂકી થઇ જાય છે અને ત્વચા લાલ થઇ જાય છે, જેના કારણે ત્વચાની સમસ્યા થાય છે. આજે અમે તમને જણાવીશું એવા અસરદાર ઉપાય કે જેનાથી તમે ત્વચા પર લાગેલા પાક્કા રંગને સરળતાથી દૂર કરી શકશો.

પહેલું સ્ટેપ

નાળિયેર તેલ: રંગ હટાવા માટે સૌથી પહેલા રૂ લેવું તેને નાળિયેર તેલમાં પલાળીને જ્યાં પણ રંગ લાગ્યો હોય ત્યાં બરાબર માલિશ કરવી. નાળિયેરના તેલમાં કુદરતી ગુણધર્મો રહેલા હોય છે જે રંગને ત્વચા પરથી ધીરે ધીરે સાફ કરવામાં મદદ કરે છે.

ત્વચાને ઘસવાનું ટાળો: ઘણા લોકો રંગ જલ્દી ઉતારવા માટે ત્વચા જોરથી ઘસે છે જેના કારણે ત્વચાને  નુકસાન થાય છે. ત્વચા ઘસવાને બદલે તેલથી ધીરે ધીરે મસાજ કરવું અને રંગને સુંવાળા હાથથી મસાજ કરીને સાફ કરવું.

Holi 2023: Tips to remove holi colours safely | HealthShots

બીજું સ્ટેપ

જયારે ત્વચા પર રંગ દૂર કરવા માટે નેચરલ સ્ક્રબનો ઉપયોગ કરવો

બદામનું તેલ અને જવનો લોટ: બદામનું તેલ ત્વચાને પોષણ આપે છે અને જવના લોટથી એક સ્ક્રબ તૈયાર કરો અને તેને સ્કીન પર લગાવો જેનાથી રંગ ધીરે-ધીરે સાફ થશે.

ઉપયોગ કરવાની રીત: બદામનું તેલ અને જવના લોટનું ઘટ્ટ પેસ્ટ બનાવી અને ત્યારબાદ શરીર પર હલકા હાથથી 5-7 મિનિટ સુધી મસાજ કરવું ત્યારબાદ તેને હુંફાળા પાણીથી ધોઈ લેવું.

6 Easy And Effective Ways To Remove Holi Colours Without Harming Skin And  Hair

ત્રીજું સ્ટેપ

જો હોળી રમ્યા પહેલા જ ત્વચાની કાળજી કરવામાં આવે તો રંગ સાફ કરવા સરળ થઇ શકે છે.

રંગ લાગ્યા પહેલા તેલ લગાવું: હોળી રમ્યા પહેલા ચહેરા અને શરીર પર નાળિયેરનું તેલ લગાવવું, જેનાથી રંગ ચહેરાની ત્વચામાં ઊંડે સુધી ન ઉતરે.

મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો: જો તમારી ત્વચા ડ્રાય છે, તો તેલ સાથે એક સારું મોઇશ્ચરાઇઝર પણ લાગવું જેનાથી ત્વચા પર પ્રોટેક્ટીવ લેઅર બની રહેશે.

ફુલ સ્લીવના કપડાં પહેરો: શરીરને રંગોના સંપર્કમાં અવાથી બચવા માટે ફુલ સ્લીવના કપડાં પહેરો. રંગ છોડાવા માટે સાબુની જગ્યાએ ફેસ વોશ અથવા દૂધ અને બેસન (ચણાનો લોટ)નું મિશ્રણનો ઉપયોગ કરવો.

જો રંગ વધારે લાગ્યો હોય તો, એક જ દિવસમાં સાફ કરવાનું પ્રયત્ન ન કરવો, કારણ કે ત્વચા વધારે ઘસવાથી ખરાબ થઇ શકે છે.

Holi 2022: Proven ways to protect your eyes from colours | HealthShots


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુંદરતા વધારતી વેસેલિનને કેટલી રીતે ઉપયોગ કરી શકાય છે? જાણો

આ પણ વાંચો:ચહેરા પ્રમાણે વાળની કરો હેર સ્ટાઈલ, દરરોજ દેખાશો સુંદર

આ પણ વાંચો:ઓનલાઈન ખરીદી વખતે ત્વચાને અનુરૂપ ફાઉન્ડેશનનો શેડ પસંદ કરવા અજમાવો આ ટિપ્સ