સાબરમતી રિવરફ્રન્ટ એટલે શહેરીજનો માટે હરવા ફરવાનું સ્થળ. જો કે આ જગ્યા છેલ્લા કેટલાય સમયથી સ્યુસાઇડ પોઇન્ટ બની ગયુ છે. વર્ષ 2015ની વાત કરીએ તો અહી 300થી વધુ લોકોએ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે.
Gujarat: ઘોર કળયુગ!! ગુજરાતનાં આ વિસ્તારમાંથી નવજાત બાળક તળછોડી દીધેલી હાલતમાં મળી આવ્યું
જ્યારે વર્ષ 2016 માં 397 લોકોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. 2017 માં 290 લોકોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. જયારે ચાલુ વર્ષમાં 109 લોકો આપઘાતનો પ્રયાસ કરી ચુક્યા છે. સામાન્ય રીતે છેલ્લા એક વર્ષમાં કોરોનાનાં કારણે સમગ્ર દેશમાં લોકડાઉન હતું પરંતુ તેમ છતા પાછળનાં વર્ષમાં કુલ 142 જેટલા લોકોનાં મોત થયા છે.
સાબરમતી નદી બની મોતની નદી
- એલિસબ્રિજ પરથી સૌથી વધુ લોકો એ ઝંપલાવ્યા નું તારણ
- વર્ષ 2015માં 368 લોકોએ નદીમાં ઝંપલાવ્યું
- વર્ષ 2016ના 397 લોકોએ કર્યો આપઘાત
- 2017 માં 290 લોકો એ કર્યો આપઘાત
- જ્યારે 2020 માં ટોટલ 142 લોકો ના મોત થયા
Gujarat: વડોદરામાં લિફ્ટમાં ફસાઇ જતાં યુવકનું મોત, પોલીસે હાથ ધરી તપાસ
સાબરમતી નદી પરથી અવાર નવાર લોકો આપઘાત કરતા હોય છે. જેમાં 25 થી 30 વર્ષની વયનાં લોકોનો રેશિયો વધારે જોવા મળે છે. સાથે જ સિનિયર સીટીઝનનો રેશિયો વધારે જોવા મળે છે. ત્યારે એલિસબ્રિજ, અને દધીચિ બ્રિજમાં આ રેશિયો વધારે જોવા મળે છે પરંતુ હવે નેટ લગાવ્યા બાદ લોકો દ્વારા અહી આપઘાત ઓછા કરવામાં આવી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. પરંતુ હવે રિવરફ્રન્ટનાં વોકવે પરથી લોકો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે કેટલાક યુવાન લોકોનું માનવું છે કે આ રિવરફ્રન્ટ લોકોને હરવા ફરવા માટે બનાવેલો છે જેથી લોકોએ આવા પગલા ના ભરવા જોઈએ.
Crime: સુરતમાં અંધશ્રદ્ધાએ લીધો બાળકીનો ભોગ, તબિયત લથડતા વાલી ડોક્ટર પાસે નહી ભુવા પાસેે લઇ ગયા
શું છે મુખ્ય કારણ છેલ્લા એક વર્ષમાં થયેલા આપઘાત પાછળ?
- કોરોના ને કારણે પારિવારિક જોડાણ વધ્યું
- પેંડેમીક મા ઘણા બધાની નોકરીઓ જવાનું કારણ
- ઘણા બધાના ડિવોર્સ થવાનું કારણ
- કોરોનાને કારણે ઘણા બધાએ પોતાના સ્વજન ગુમાવ્યા
- ઘણા લોકો ઇમોશનલ સાઈડ થી પસાર થયા
- ઘણા લોકો ના જગડાલું જીવન ના કારણે લોકોએ જીવન ટૂંકાવ્યું
બીજી તરફ ફાયરબ્રીગેડની રેસક્યુ ટીમ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે, સેલ્ફી લેવાના ચક્કરથી માંડીને બિમારી પ્રેમ સંબધ અને ઘરનાં કંકાસથી કંટાળીને લોકો રસ્તો કાઢવાની જગ્યાએ આ પ્રકારનું અંતિમ પગલું ભરી રહ્યાં છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
