કેશોદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને દરેક મતદાન મથકો પર નિયુક્ત કર્મચારીઓ અને અધિકારીઓને ઇવીએમ મશીન ઉપરાંત જરૂર સ્ટેશનરી સાથે કોરોના મહામારી અંગે જાહેર ગાઈડ લાઈન મુજબ આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ કીટની ફાળવણી કરવામાં આવી છે.

Ahmedabad: પત્નિ પર કેરોસીન છાંટી પતિએ આપી ધમકી, બાપનાં ઘરે જતી રહે નહી તો મારી નાખીશ..અને પછી…
કેશોદનગરપાલિકાની 32 બેઠકો ઉપરાંત જીલ્લા પંચાયતની 4 બેઠકો અને તાલુકા પંચાયતની 18 બેઠકો માટે મતદાન યોજાશે. કેશોદ નગરપાલિકાનાં જુદા-જુદા 58 મતદાન મથકો પરથી 105 ઉમેદવારો માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જયારે તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત 113 બુથ પર તાલુકા પંચાયતનાં 58 અને જીલ્લા પંચાયતનાં 14 ઉમેદવારો મેદાનમાં હોય ગ્રામ્ય વિસ્તારનાં મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. કેશોદ સેવા સદન અને આઈ ટી આઈ ખાતેથી કર્મચારીઓ ઇ.વી.એમ લઈને પોત પોતાના મતદાન મથકો પર જવા રવાના થયાં હતાં. પોલીસ સુરક્ષા સાથે એસટી બસ મારફત મતદાન મથકો પર ઇ.વી.એમ પહોંચતા કરવા કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. કાેરાેનાની ગાઇડલાઇન વચ્ચે સવારે 7 કલાકે શરૂ થનારા મતદાનમાં નગરપાલિકા વિસ્તારમાં 61,632 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે અને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતનાં 98,290 મતદારાે મતાધિકારનો ઉપયોગ કરશે.

Crime: સુરતમાં અંધશ્રદ્ધાએ લીધો બાળકીનો ભોગ, તબિયત લથડતા વાલી ડોક્ટર પાસે નહી ભુવા પાસેે લઇ ગયા
મતદાન મથકો પર કોવીડ-19 ની ચુસ્તપણે અમલવારી કરવા અને આદર્શ આચારસંહિતાનું પાલન કરી મુક્ત વાતાવરણમાં મતદાન થાય એ માટે ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર રેખાબા સરવૈયા દ્વારા વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વધુ મતદાન થાય એ માટે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અતિ સંવેદનશીલ મતદાન મથકો અને સંવેદનશીલ મતદાન મથકો પર પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
