Not Set/ નિત્યાનંદ આશ્રમ/ વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે, કઇ દિશામાં કેસ વધી રહ્યો છે આગળ

હાલ નિત્યાનંદ, તેનો આશ્રમ, તેની સાધ્વીઓ અને આશ્રમમાં રહેતા સગીર બાળકો “ટોક ઓફ ધ ટાઉન” બન્યા છે. નિત્યાનંદ આશ્રમ વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. ત્યારે હવે કઇ દિશામાં આ કેસ આગળ વધી રહ્યો છે તે દરેક માટે એક આશ્ચર્યનો મુદ્દો છે. બાળકોને ગોંધી રાખવાના મામલાથી શરૂ થયેલો આશ્રમનો વિવાદ હવે કેન્દ્રીય એજન્સીઓ અને ઈંટરપોલ […]

Top Stories Ahmedabad Gujarat

હાલ નિત્યાનંદ, તેનો આશ્રમ, તેની સાધ્વીઓ અને આશ્રમમાં રહેતા સગીર બાળકો “ટોક ઓફ ધ ટાઉન” બન્યા છે. નિત્યાનંદ આશ્રમ વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. ત્યારે હવે કઇ દિશામાં આ કેસ આગળ વધી રહ્યો છે તે દરેક માટે એક આશ્ચર્યનો મુદ્દો છે.

બાળકોને ગોંધી રાખવાના મામલાથી શરૂ થયેલો આશ્રમનો વિવાદ હવે કેન્દ્રીય એજન્સીઓ અને ઈંટરપોલ સુધી પહોંચી ગયો છે. પોલીસે ધરપકડ કરેલી બંને સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિયતત્વા ના ડિજિટલ લોકરમાંથી મળી આવેલા મોબાઈલ અને અન્ય સામગ્રીમાંથી અનેક રહસ્યો પરથી પરદો ઉંચકાઇ રહ્યો છે. તેમ છતા પોલીસ હકીકતના મૂળ સુધી પહોંચવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. તેથી હવે ઘટનાના મુળ સુધી પહોંચવા માટે ટેકનિકલ સોર્સનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ આશ્રમ માટે અને આશ્રમ દ્વારા બેંકમાં ભરવામાં આવેલા રૂપિયા મુદ્દે પોલીસ ઇન્કમટેક્સ વિભાગનો સંપર્ક કરી આગળની કાર્યવાહી કરશે.

 

પોલીસ તપાસમાં એક વાત તો સ્પષ્ટ થાય છે કે આશ્રમ દ્વારા બાળકો પાસે કામ કરાવી તેના રૂપિયા આશ્રમના ખાતામાં જમા કરાવવામાં આવે છે. જેથી આગામી સમયમાં આ મુદ્દાને લઈને આશ્રમ સામે ફોજદારી કાર્યવાહી થવાની શક્યતા વર્તાઈ રહી છે.  આ ઉપરાંત આશ્રમના કૌભાંડનો સૌથી મોટો કિંગપીન કહેવાતો લંપટ નિત્યાનંદ, હજુ પણ પોલીસ પકડથી બહાર છે. જેને પકડવા હવે પોલીસ કર્ણાટક પોલીસનો સંપર્ક કરાશે. કારણ કે કર્ણાટકમાં નિત્યાનંદ વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ થયો છે અને સાથે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવે છે. જેથી ગુજરાત પોલીસ કર્ણાટક પોલિસ સાથે સંકલન કરી નિત્યાનંદ સુધી પહોંચવાના પ્રબળ પ્રયાસો કરાશે. આ ઉપરાંત જ્યાં સુધી નિત્યાનંદ વિદેશ ફરાર થઈ ગયો હોવાની ચર્ચા સેવાઇ રહી છે ત્યારે અમદાવાદ પોલીસ સીઆઇડી ક્રાઇમ ની મદદથી ઈન્ટરપોલ નો સંપર્ક કરી નિત્યાનંદ સુધી પહોંચવા હાથ લાંબા કરશે.

સગીર બાળકો સાથેના દુર્વ્યવહાર બાદ ચિંતીત માતાપિતા પોતાના સંતાનોને હવે ફરી ઘરે પરત લઇ જઇ રહ્યાં છે. જનાર્દન શર્માના બે બાળકો સહિત કુલ 9 બાળકોએ પોલીસ મંજૂરી સાથે આશ્રમ છોડ્યો છે. તો બુધવારે ફરી એક વધુ કિશોરી દ્વારા પોતાનાં વાલી સાથે આશ્રમને અલવિદા કહેવામાં આવી છે.

નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં હવે હાઈકોર્ટ પણ કડક વલણ દાખવીને બંને ગુમ થયેલી યુવતીઓને હાજર થવા માટે ફરમાન કર્યું છે . ત્યારે હવે આ સમગ્ર હાઇવોલ્ટેજ ડ્રામાને લઈને બંને ગુમ થયેલી યુવતીઓ હાઇકોર્ટ સમક્ષ ક્યારે અને કેવી રીતે હાજર થાય છે તેની પર સૌની નજર મંડાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.