Pakistan News : પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે એક પછી એક નિર્ણય લેતા પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે. પાકિસ્તાને આજે એક મોટો નિર્ણય લઈ ફરી પોતાનો ડર સાબિત કરી દીધો છે. ડરના માર્યા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફની સરકારે તેના ખાસ કહેવાતા શહેરો કરાંચી અને લાહોરનું એરસ્પેસ (Lahore And Karachi Airspace) એક મહિના માટે બંધ કરી દીધું છે. આ બંને શહેરો પરથી કોઈ ફાઈટર જેટ પસાર થયા તો તેને તોડી પાડવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
પાકિસ્તાન માટે લાહોર-કરાંચી ખૂબ મહત્ત્વનું
પાકિસ્તાનને લાગી રહ્યું છે કે, ‘ભારતીય સેના ફાઈટેર જેટ દ્વારા શહેરો પર હુમલો કરશે, જેના કારણે પાકિસ્તાની સેના શહેરો બચાવવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. જો ભારત લાહોર અથવા કરાંચીમાં હુમલો કરશે, તો બંને દેશો વચ્ચે ગંભીર સ્થિતિ ઉભી થશે. એટલું જ નહીં આ બંને શહેરોમાં ભારે ખુંવારી સર્જાશે. આમ થવાથી ત્યાં લાખો લોકોના મોત થશે અને લાખોએ ઘર છોડવા મજબૂત થવું પડશે.લાહોર ભારત-પાકિસ્તાન સરહદથી ખૂબ નજીક આવેલું છે.
તે અમૃતસરથી માત્ર 30 કિલોમીટર દૂર છે, તેથી પાકિસ્તાનને લાગી રહ્યું છે કે, ભારત સૌથી પહેલા અહીં હુમલો કરી શકે છે. લાહોર પાકિસ્તાનનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે અને તે પંજાબ પ્રાંતની રાજધાની પણ છે. દેશની જીડીપીમાં લાહોરનું સૌથી વધુ યોગદાન છે, તેથી શાહબાજ સરકાર માટે લાહોર ખૂબ જ મહત્ત્વનું છે. જો અહીં હુમલો થશે તો પાકિસ્તાનને મોટો ફટકો પડી શકે છે. અહીં પાકિસ્તાની સેનાની સૌથી મોટી છાવણી અને કેમ્પ પણ છે.
કરાંચી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનું એન્જિન
પાકિસ્તાનનું બીજું સૌથી મોટું સહેર કરાંચી દેશની અર્થવ્યવસ્થાનું એન્જિન કહેવાય છે. દેશની જીડીપીમાં કરાંચીનું યોગદાન લગભગ 20 ટકા છે. એટલું જ નહીં કરાંચી દેશના સૌથી બે મોટા બંદરો ‘પોર્ટ કરાંચી’ અને ‘પોર્ટ ક્યુસીમ’ આવેલા છે. દેશના મોટાભાગના સામાનની આયાત-નિકાલ આ બંને પોર્ટ પરથી થાય છે. જો આ પોર્ટ પર હુમલો થશે તો પાકિસ્તાનની આર્થિક કમર તૂટી જશે. આ ઉપરાંત કરાંચીમાં સ્ટોક માર્કેટ, બેંકના હેડક્વાર્ટર, ઈન્ડસ્ટ્રી ઘણું બધુ આવેલું છે.
આ પણ વાંચો:કોંગ્રેસ ઘૂસણખોરોની એજન્ટઃ હર્ષ સંઘવીના આકરા પ્રહારો
આ પણ વાંચો:પહેલગામ આતંકી હુમલાનાં વિરોધમાં કોંગ્રેસની આજે દેશભરમાં Candle March
આ પણ વાંચો:કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકામાં ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
