ગીરગઢડા તાલુકાનાં શાણાવાકીયા ગામની સીમ વિસ્તારની અવાવરૂ જગ્યામાંથી જન્મેલુ નવજાત બાળક મળી આવતા લોકો ચોંકી ગયા હતા. નવજાત બાળકને જોઇ ગામ લોકો અને સરપંચ દ્વારા તેનો બચાવ કરવામાં આવ્યો હતો.
Crime: સુરતમાં અંધશ્રદ્ધાએ લીધો બાળકીનો ભોગ, તબિયત લથડતા વાલી ડોક્ટર પાસે નહી ભુવા પાસેે લઇ ગયા
શાણાંવાકીયા ગામની રૂપેણ નદી પાસે અવાવરૂ જગ્યામાં આવેલ કાંટાની બોરડીનાં ઝાડી ઝાખરામાં કોઇ અજાણી મહીલા પોતાનુ પાપ છુપાવવા જન્મેલા નવજાત બાળકને તડછોડી દિધેલી હાલતમાં મુકી ચાલી ગઇ હોવાનુ ચર્ચામાં આવ્યુ છે. આ બાળકનાં શરીરમાં બોરડીનાં કાંટાથી ઇજાગ્રસ્ત જોવા મળ્યુ હતુ. બાળક બેભાન હાલતમાં પડેલુ હોય આ વિસ્તારમાં માલધારી પશુ ચરાવતા બાળકનો રડવાનો અવાજ આવતા માલધારી સ્થળ પર દોડી ગયેલા અને તેની જાણ ગામમાં વાયુવેગે ફેલાતા લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગામનાં સરપંચ હમીરભાઇ વિંઝુડાને જાણ કરતા તાત્કાલીક સ્થળ પર દોડી જઇ ઇમરજન્સી 108 ને જાણ કરી હતી.
Ahmedabad: પત્નિ પર કેરોસીન છાંટી પતિએ આપી ધમકી, બાપનાં ઘરે જતી રહે નહી તો મારી નાખીશ..અને પછી…
સામતેર ગામની 108 નાં ભુપતભાઇ બાંભણીયા તેમજ રાજેશભાઇ સાંખટ તાત્કાલીક પહોંચી ગયેલા અને ઉપલા અધિકારીનાં માર્ગદર્શન હેઠળ કાંટાની બોરડીની ઝાળીમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સમાં બાળકને સીપીઆર તેમજ ઓક્સીજન આપી સારવાર કરી બાળકનો જીવ બચાવ્યો હતો. તેને વધુ સારવાર અર્થે ઉના સરકારી હોસ્પીટલે ખસેડાયેલ છે. આ બનાવની પોલીસને જાણ થતા તે સ્થળ પર દોડી આવી હતી અને આવુ કૃત્ય કરનાર માતાની શોધખોળ શરૂ કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
