અમદાવાદનાં મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી મેચ રમાઇ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યા બાદ અમદાવાદની પિચને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે. આ મેચનું પરિણામ બીજા જ દિવસે આવ્યુ હતુ, જે આ મેચની સૌથી મોટી હાઇલાઇટ્સ ગણાય છે. ત્યારે હવે અમદાવાદની આ પિચને લઇને આઈસીસીમાં ફરિયાદ થઇ શકે છે.

Cricket / ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ
આપને જણાવી દઇએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચનું પરિણામ બે દિવસમાં આવ્યા બાદ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પિચને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર ટીમની આ શરમજનક હારને પચાવી શક્યો નથી અને તે આ પિચની આકરી ટીકા કરી રહ્યો છે. એવી ચર્ચાઓ પણ થઈ હતી કે ઈંગ્લેન્ડની ટીમે પિચ અંગે આઇસીસીને ફરિયાદ કરી શકે છે, પરંતુ કોચ સિલ્વરવુડે આ બધી અટકળો પર વિરામ લાવી દીધો હતો. ચેન્નઈનાં ચેપૌક ખાતે બીજી ટેસ્ટમાં હાર મળ્યા બાદ પણ પિચ પર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. આપને જણાવી દઇએ કે, આઇસીસી અમદાવાદ પિચને ખરાબ જાહેર કરે છે, તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમને કેટલાક પોઇન્ટ ગુમાવવા પડી શકે છે અને તેની અસર કેવી પડી શકે છે તે ખાસ જોવાનુ બાકી રહે. જો કે, તે એકદમ મુશ્કેલ લાગી રહ્યુ છે કે આઇસીસી અમદાવાદની પિચને ખરાબ જાહેર કરશે, પરંતુ જો આઈસીસી આ પ્રકારનું પગલું ભરે છે તો ભારતને ઘણુ નુકસાન ભોગવવું પડશે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પિચને ખરાબ ગણાવી હોય તો સ્થળને ત્રણ ડિમેરિટ પોઇન્ટ આપવામા આવી શકે છે. જો કે, તેનાથી હોમ ટીમમાં કોઈ ફરક પડશે નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં નિયમો અનુસાર જો નબળી પિચ અથવા ખરાબ પરિસ્થિતિને કારણે જો મેચને વચ્ચેથી રોકી દેવામાં આવે તો મહેમાન ટીમ પર કાર્યવાહી કરવામાં આવે છે.

Cricket / અમદાવાદની પિચને લઇને આ શું બોલી ગયા યુવરાજ સિંહ?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પ્લેઇંગ કન્ડિશન્સ અનુસાર, જો એક મેચને કોઇ કારણસર વચ્ચેથી જ પૂર્ણ કરી દેવામા આવે છે અને પિચ અને આઉટફિલ્ડને ખરાબ જાહેર કરવામાં આવે છે, તો આવી સ્થિતિમાં, આઇસીસીની પિચ અને આઉટફીલ્ડ મોનિટરિંગ પ્રક્રિયા અનુસાર, તે મેચનાં પોઇન્ટનો આધાર મહેમાન ટીમની જીત અને મહેમાન ટીમની હાર પર નિર્ભર કરે છે. આંકડાનાં હેતુ માટે, એક મેચ જે મધ્યમાં પૂર્ણ કરી દેવામા આવે છે તેને ડ્રો માનવામાં આવે છે.’ ત્રીજી ટેસ્ટનાં કિસ્સામાં મેચ પૂર્ણ થઈ ગઈ છે અને આવી સ્થિતિમાં ભારતીય ટીમને કોઈ પણ રીતે પિચ માટે સજા થઈ શકે નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ જીતવા અથવા મેચ ડ્રો કરવાની રહેશે. જો ટીમ આમ કરવામાં સફળ થાય છે, તો ભારતનું ફાઇનલમાં સ્થાન પાક્કુ થઇ જશે અને લોર્ડ્સનાં મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે તે રમશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
