Mahesana News/ મહેસાણામાં પરીણિતાની હત્યાના વર્ષ બાદ ગુનો નોંધાયો, પતિએ જ કરી હતી હત્યા

મહેસાણામાં હત્યાના એક વર્ષ બાદ ગુનો નોંધાયો છે. મહિલાની એક વર્ષ પહેલા હત્યા થઈ હતી. કોર્ટના આદેશ પછી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પરપ્રાંતીય રાજસ્થાની પરીણિતાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા તેના પતિએ જ કરી હોવાનો ખુલાસો થયો છે.

Gujarat Gandhinagar Breaking News

Mahesana News: મહેસાણામાં હત્યાના એક વર્ષ બાદ ગુનો નોંધાયો છે. મહિલાની એક વર્ષ પહેલા હત્યા થઈ હતી. કોર્ટના આદેશ પછી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પરપ્રાંતીય રાજસ્થાની પરીણિતાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા તેના પતિએ જ કરી હોવાનો ખુલાસો થયો છે.

વિસનગરની શાલિગ્રામ સોસાયટીમાં થયેલી મહિલાની હત્યાનું કારણ જાણીને ચોંકી જવાય તેમ છે. વિમલ ખાવાના મુદ્દે પતિએ જ મહિલાની હત્યા કરી હતી. પત્નીનું માથુ દીવાલથી અથડાવી તેની હત્યા કરી હતી. મહેન્દ્ર પારઘી નામના યુવાન સામે ગુનો નોંધાયો છે. વિસનગર પોલીસ સ્ટેશને તેની સામે ગુનો નોંધાયો છે. મહેન્દ્ર પારઘીએ નજરે જોનારા સાક્ષીઓને પણ ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. આમ મહેન્દ્ર પારઘી સામે હત્યાનો અને હત્યાની ધમકીનો ગુનો નોંધાયો છે.

આમ મહેસાણામાં ગુનાખોરીનું પ્રમાણ પણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે. તેમા પણ પરપ્રાંતીયોની વસ્તીમાં વધારો થવાના પગલે ગુનાખોરીના પ્રમાણમાં પણ વધારો થયો છે. તેની સાથે-સાથે ખેદજનક વાત એ છે કે મહિલાઓ સામેના ગુનામાં પણ વધારો થયો છે. એક સમયે સમૃદ્ધ ગુજરાત અને સલામત કહેવાતું ગુજરાત હવે સલામતીના મોરચે ધીમે-ધીમે બીજા રાજ્યોની હરોળમાં બેસવા માંડ્યુ છે. હત્યા અને ગુનાઓ તો છાશવારે થવા માંડ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાણે સાવ કોરાણે મૂકાઈ ગયા હોય તેવી સ્થિતિ છે. તંત્ર જાણે એકદમ નઘરોળ બની ગયું લાગે છે. અસામાજિક તત્વોને પણ કોઈ ડર રહ્યો નથી. દરેક શહેરમાં આ સ્થિતિ જોવા મળી રહી છે.

આ જોતાં કોલકાતામાં બનેલો બનાવ આગામી સમયમાં ગુજરાતમાં પણ બને તે દિવસ બહુ દૂર નથી. જો આ જ સ્થિતિ જળવાઈ અને કાયદો અને વ્યવસ્થા ન સુધરી તો અરાજકતાનું અંધેર તંત્ર આખા ગુજરાતમાં જોવા મળે તેવી પૂરી સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં સપરિવાર કેનેડા મોકલવાના બ્હાને યુવાન સાથે છેતરપિંડી

આ પણ વાંચો: મહેસાણામાં નાયબ મામલતદાર રાકેશ ચૌધરી લાંચના છટકામાં સપડાયા

આ પણ વાંચો: વિસનગરમાં યુવાનને વિદેશ જવાની ઘેલછા ભારે પડી