ભરૂચ/ વસંતમીલ ચાલમાં ખુલ્લી ગટરમાં પડ્યું બાળક, પછી થયું એવું કે…

ભરૂચમાં બાળક ગટરમાં પડી જવાની ઘટના સામે આવી હતી. ભરૂચ વોર્ડ નં. 8ની વસંતમીલ ચાલમાં બાળક ચાલતા ચાલતા ગટરમાં પડી ગયું હતું.

Gujarat Others
ગટરમાં
  • ભરૂચઃ વસંતમીલ ચાલમાં બાળક પડ્યું ગટરમાં
  • ભરૂચ વોર્ડ નં. 8ની વસંત મીલ ચાલની ઘટના
  • સમગ્ર ઘટના CCTVમાં થયું કેદ

ભરૂચમાં બાળક ગટરમાં પડી જવાની ઘટના સામે આવી હતી. ભરૂચ વોર્ડ નં. 8ની વસંતમીલ ચાલમાં બાળક ચાલતા ચાલતા ગટરમાં પડી ગયું હતું. જોકે સ્થાનિકની નજર પડતા બાળકનો તુરંત બચાવ કરી લેવામાં આવ્યો હતો. જેથી કોઈ મોટી દુર્ઘટના થવાથી રહી ગઈ હતી. અવાર નવાર ખુલ્લી ગટરોમાં બાળકો પડી જવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ તંત્ર તો આંખ આડા કાન કરીને જ બેસી રહે છે.

આપને જણાવી દઈએ કે, આ વિસ્તારમાં માતા અને તેનું બાળક પસાર થઇ રહ્યું હતું ત્યારે માતાની પાછળ ચાલતા બાળકનું ખુલ્લી ગટર તરફ ધય્ન ગયું ન હતું. ચાલતા – ચાલતા બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. આ ઘટના તરફ નજીકમાં ઉભેલા એક વ્યક્તિની નજર પડતા તે બાળક તરફ ધસી ગયો હતો અને તેને ગટરમાંથી તરત ભાર કાઢી લીધો હતો. ગભરાયેલી બાળકની માતા પણ તરફ દોડી ગઈ હતી . આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

ઉલ્લેખની છે કે મામલાને તંત્રની લાપરવાહી સાથે સીધું જોડવામાં આવી રહ્યું છે. ગટર ખુલ્લી છોડી દેવાના મામલે બાળક માટે જીવનું જોખમરૂભુ થઇ શકતું હતું તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. આ પ્રકારે ખુલ્લી ગટરો રાખનાર સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી છે.

આ પણ વાંચો :ગુજરાતીઓને મળશે રાહત! આગામી ચાર દિવસ તાપમાનમાં વધારો નહિંવત

આ પણ વાંચો :ચીખલી નજીક સુરતના યુવકોને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત

આ પણ વાંચો :અતાપી વન્ડર લેન્ડમાં 80 ફુટ ઊંચાઈથી પટકાતા ઓપરેટરનું મોત, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો :આદિવાસી સમાજનો આક્રોશ: માંગણીઓ પૂરી નહિ થાય તો વિધાનસભા ઘેરાવનું એલાન