- રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો
- 4 દિવસ તાપમાનમાં વધારો નહિંવત
- રાજ્યમાં 40 ડિગ્રીથી નીચું તામપાન
- સમુદ્રી પવન ફૂંકાતા ગરમીમાંથી આંશિક રાહત
- 4 દિવસ બાદ ગરમીનું જોર વધશે
રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસથી કાળઝાળ ગરમીથી લોકો ત્રાસી રહ્યા છે. ત્યારે સપ્તાહની સરખામણીએ બે દિવસથી ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 4થી 5 દિવસ રાજ્યમાં ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો છે. 4 દિવસ તાપમાનમાં વધારો નહિંવત જણાય શકે છે. સમુદ્રી પવન ફૂંકાતા ગરમીમાંથી આંશિક રાહતના કારણે રાજ્યમાં તાપમાન 40 ડિગ્રીથી નીચું તામપાન જશે.
રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 39.1 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 39.૦ ડિગ્રી , ભાવનગરમાં 35.9 ડિગ્રી, દ્વારકામાં 27.9 ડિગ્રી, જૂનાગઢમાં 39.૦ ડિગ્રી, પોરબંદરમાં 35.0 ડિગ્રી, રાજકોટમાં 39.0 ડિગ્રી, સુરતમાં 36.2 ડિગ્રી અને ભુજ- 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 4 દીવસ બાદ ગરમીનું જોર વધશે.
ગુજરાતમાં માર્ચ મહિનાથી કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. આ કાળઝાળ ગરમીની અસર રસ્તાઓ પર દેખાવા લાગી છે. રસ્તાઓ સુમસામ થવા લાગ્યા છે. આ સાથે બપોરના સમયે અનેક લોકો પોતાની દુકાનો બંધ કરીને ગરમીથી રાહત મેળવવા માટે ઘરે જતા રહેતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમી વધતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાંથી ભેજ ઉપર આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. એકથી બે દિવસ ગરમીમાંથી રાહત મળી શકે છે. તમને જણાવી દઇએ કે 25 થી 27 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદી હળવા ઝાપટા પણ પડી શકે છે. આમ, 31 માર્ચ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવી એવી શક્યતાઓ વરતાઇ રહી છે.
ગત રોજ દિવસ દરમિયાન રાજ્યમાંથી અન્યત્ર ગાંધીનગરમાં 39.2, રાજકોટ-અમરેલી-ડીસા-પાટણમાં 39, વડોદરા-ભૂજમાં 38.6, સુરતમાં 36.2, ભાવનગરમાં 35.9, નલિયામાં 35.2, પોરબંદરમાં 35 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો :અતાપી વન્ડર લેન્ડમાં 80 ફુટ ઊંચાઈથી પટકાતા ઓપરેટરનું મોત, જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો :ચીખલી નજીક સુરતના યુવકોને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત
આ પણ વાંચો :સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની હોળીની ઉજવણી કરતી તસ્વીરો વાઈરલ
આ પણ વાંચો :અમેરિકામાં લોક ગાયિકા ગીતા રબારીના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ
