Mahesana News: મહેસાણામાં વિસનગરમાં વિદેશ જવા ઈચ્છતો યુવાન કબૂતરબાજોના સકંજામાં આવી જતાં રૂપિયા 59 લાખ ગુમાવવા પડ્યા છે. વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહેસાણામાં કેનેડા જવા ઈચ્છુક યુવાનને નકલી એજન્ટોએ લૂંટી લીધાનું સામે આવ્યું છે. યુવાન કેનેડા જવા માંગતો હતો. કેનેડાના પી.આર થવા વિઝા લેવા એજન્ટનો સંપર્ક સાધ્યો હતો. વિસનગરના પાલડી ગામના યુવાનને વિઝાની લાલચી આપી બે વર્ષમાં ટુકડે ટુકડે 59 લાખ રૂપિયા પડાવ્યા હતા. બે વર્ષે યુવાનને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો છે.
યુવાનને કેનેડા જવાની લાલચ ભારે પડતા એજન્ટ વિરૂદ્ધ વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ બાદ 36 TDOની કરાઈ બદલી
આ પણ વાંચો:સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ભરૂચમાં નર્મદા નદીની ભયજનક સપાટીની શક્યતા નહિવત્
આ પણ વાંચો:આજે દેશભરમાં યોજાશે નીટ-PG પ્રવેશ પરીક્ષા