Gujarat Weather/ સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ભરૂચમાં નર્મદા નદીની ભયજનક સપાટીની શક્યતા નહિવત્

નીચાણવાળા વિસ્તારોને માત્ર સાવચેત રહેવું. બિનજરૂરી ભયભીત થવાની જરૂર નથી.

Gujarat Top Stories Breaking News

Bharuch News: ભરૂચમાં નર્મદા નદીની ભયજનક સપાટી વટાવવાની શક્યતા નહિવત છે. ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ ટ્વિટ કરી જાણકારી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે નીચાણવાળા વિસ્તારોને માત્ર સાવચેત રહેવું. બિનજરૂરી ભયભીત થવાની જરૂર નથી. ડેમમાંથી 45 હજારથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી દર્શાવી છે.

તો બીજી બાજુ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 134.75 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 3.60 લાખ વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે.  નર્મદા ડેમ 87 ટકા ભરાયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4 મીટર દૂર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. સવારે 6 કલાકે પ્રથમવાર 5 ગેટ ખોલવામાં આવ્યા હતા. 9 કલાકે બીજા 4 ગેટ ખોલી કુલ 9 ગેટ ખોલવામાં આવ્યા. 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

પાણી છોડાતા નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને વહીવટીતંત્રએ એલર્ટ કર્યા છે. ઈન્દીરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 4 લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરદાર સરોવરમાં આવી ગયું હતું. એટલે બાકી રહેલી 4 મીટરની સપાટી પણ ભરાઈ શકે છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ બાદ 36 TDOની કરાઈ બદલી

આ પણ વાંચો:સમગ્ર ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની સંભાવના

આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત