Gujarat Weather/ સમગ્ર ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની સંભાવના

આ સાથે જ હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

Top Stories Gujarat

Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા વરસાદની નવી આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થશે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સાથે જ હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. પવનની ઝડપ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. મોન્સૂન ટ્રફ બિકાનેર ઉપર સ્થિત થયો છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. મોટા ભાગે આગામી સપ્તાહમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી સપ્તાહમાં છૂટાછવાયાં સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત 01 જૂનથી ગુજરાતમાં 514 મિમી જેટલો વરસાદ વરસ્યો છે, જે સામાન્ય 462 મિમી કરતાં 11 ટકા વધુ છે. તો સૌરાષ્ટ્રમાં 458 મિમી જેટલો વરસાદ વરસ્યો છે, જે સામાન્ય 355 મિમી કરતાં 29% જેટલો વધુ છે. આગામી 16 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ બાદ 36 TDOની કરાઈ બદલી

આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ, પોલીસના મારથી મોતનો આરોપ

આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત