પ્રેમ માટે ન જાણે કેટલી વાર્તાઓ લખાય છે. પ્રેમ માટે ઘણી કહેવતો પણ બોલાઈ છે. આમાંની એક સૌથી પ્રખ્યાત વાત એ છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં રહેલા લોકોને દુનિયાની પરવા નથી હોતી. તેઓ ફક્ત તેમના પ્રેમીની ચિંતા કરે છે. બાકી દુનિયા જ્યાં પણ જાય. તે તેના પ્રેમી સાથે રહેવા માટે કોઈપણ પગલું ભરવા માટે તૈયાર છે અને જો કોઈ પ્રેમીઓને અલગ કરવાનું વિચારે તો આ પ્રેમમાં પાગલ પ્રેમી આપઘાત જેવું અંતિમ પગલું ભરતા પણ વિચાર નથી કરતા ત્યારે આવામાં આવો જ એક પ્રેમ બાદ આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. બાવળામાં એક પરિણીત યુવક અને કિન્નર પ્રેમસંબંધમાં એકસાથે ઝાડ પર ફાંસી લગાવીને જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ગત 3 જુલાઈની રાત્રે બાવળા તાલુકાનાં દહેગામડામાં રહેતો કલ્પેશ મકવાણા (22) બહાર જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. જે બાદ મોડી રાત સુધી કલ્પેશ ઘરે ના આવતા પરિવારના લોકોએ તેને ફોન કર્યો હતો પણ તેનો ફોન બંધ આવી રહ્યો હતો. જે બાદ બીજા દિવસે કલ્પેશનો ગામથી 4 કિલોમીટર દૂર આવેલા ખેતરમાં ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. એટલું જ નહીં કલ્પેશ સાથે એક બીજી પણ લાશ લટકતી હતી. તપાસ કરતા તેની ઓળખ ક્રિષ્ણાદે ડેબાદે નામના કિન્નરની હોવાનું સામે આવ્યું હતું.
આપને જણાવી દઈએ કે, આપઘાત કરતા પહેલા કિન્નરે અનેક ઈન્સ્ટાગ્રામ રીલ બનાવીને પોસ્ટ કરી હતી. કિન્નર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ હતા અને અંદાજે 30 હજાર જેટલા ફોલોઅર્સ હતા.
આ પણ વાંચો:ભારતના પ્રથમ ગે પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલે તેના ગે મિત્ર સાથે કર્યા લગ્ન
આ પણ વાંચો:વાડામાં બાંધેલા બકરા પર દીપડાનો હુમલો, 25 બકરાના મોત
આ પણ વાંચો:ઈદ પર BSFએ પાકિસ્તાની સેનાને આપી મીઠાઇ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
