આધ્યાત્મિક/ રાજયમાં ઉજવાશે ગૌ મંગળ મહોત્સવ ? શું છે મહત્વ ?

કેટલાક લોકો એ જાણતા નથી કે જર્શી ગાય એ સામાન્ય પ્રાણી છે. જર્શી ગાય એ ગૌ માતા નથી. જેના કારણે કેટલાક લોકો જર્શી ગાયને ગૌ માતા સમજીને તેનું પુજન કરે છે.

Dharma & Bhakti

ગુજરાત રાજ્યમાં તા. 13 જુલાઈથી 10 સપ્ટેમ્બર 2022 સુધી ચાતુર્માસ ગૌ મંગળ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. અંતર્ગત દરરોજ આઠ જેટલી વેદલક્ષણા ગૌ માતાની પુજા અને આરતી કરવામાં આવશે. ઉપરાંત બે માસ સુધી ચાલનારા મહોત્સવ દરમિયાન શ્રી ગુરુપુર્ણામા મહોત્સવ,શ્રી વિશ્નુ સહસ્ત્રનામ પાઠ, શ્રી સુરભી હરિહર પુજન-અર્ચન,ગૌ ગીતા મહિમા સત્સંગ, શ્રી રામચરિત માનશ પારાયણ અને શ્રી શિવ મહાપુરાણ કથાનું પણ આયોજન કરવામાં આવશે.

આ અંગે વિગતો આપતા પથમેડા ગૌ શાળાના પુજ્ય મુકુંદપ્રકાશ સ્વામીજીએ કહ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારીકા આવ્યા હતા. ત્યારે તે ગાયોને સાથે લઈને આવ્યા હતા. તેમણે પથમેડામાં ગાયોને ચરાવી હતી. પહેલાના જમાનામાં દરેક ઘર, આશ્રમ અને ગુરુકુળમાં ગાયોની સેવા કરવામાં આવતી હતી. લોકો પંચગવ્યનો ઉપયોગ કરતા હતા. જેના કારણે લોકોમાં તંદુરસ્તી હતી. આકાશ, વાયુ, જળ સહિતના આઠ અંગો પણ પવિત્ર રહેતા હતા. આધુનિક જમાનામાં લોકો ગાયોથી દુર થયા .જેના કારણે ગાયનું દુધ, ગાયનું ઘી, ગૌ મુત્ર સહિતના પંચગવ્યનો ઉપયોગ બંધ થઈ ગયો છે. જેના પરિણામે લોકો વિવિધ રોગોના ભરડામાં સપડાયા છે.કમનસીબે આજે કરોડો રુપીયા દવા-ઓપરેશન પાછળ ખર્ચાય છે.

ચાતુર્મસ ગૌ મંગલ મહોત્સવ ની ઉજવણી કેમ કરવામાં આવે છે 
ગુજરાતની પવિત્ર ધરા શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. કૃષ્ણની અત્યંત પ્રિય ગૌ માતા ગુજરાતની ધરતી પર જોવા મળે છે. ગીરની ગાયમાં અલૌકિક કૃષ્ણની દિવ્ય શક્તિઓ રહેલી છે. તેવી શક્તિ વિશ્વના એકપણ પ્રાણીમાં નથી. ગૌ માતા એ પ્રાણી નથી પણ સાક્ષાત માતા છે. ગુજરાતીઓના હ્રદયમાં ફરીથી ગૌ માતા પ્રસ્થાપિત થાય, ગૌ માતાના પુજન-અર્ચન-ઉપાસના કરવાની લોકોને પ્રેરણા મળે ઉપરાંત ગૌ આધારીત ખેતી કરવાની પ્રેરણા મળે તેવા ઉદ્દેશ્ય સાથે સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજે એસજી હાઈવે પરની સોલા ભાગવત વિધ્યાપીઠ ખાતે ચાતુર્માસ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે.

જર્શી ગાય એ ગૌ માતા નથી
કેટલાક લોકો એ જાણતા નથી કે જર્શી ગાય એ સામાન્ય પ્રાણી છે. જર્શી ગાય એ ગૌ માતા નથી. જેના કારણે કેટલાક લોકો જર્શી ગાયને ગૌ માતા સમજીને તેનું પુજન કરે છે. જર્શી ગાય એ સ્ત્રીનુંં રુપ ધારણ કરનાર રાક્ષસી પુતના સમાન છે. યજ્ઞમાં ગૌ માતાના 10 ગ્રામ ઘી ની આહુતી આપવાથી એક ટન ઓક્સિજન મળે છે. રશીયાના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં એવી પણ બાબત બહાર આવી હતી કે ભારતની ગૌ માતાના ઘી થી કરાતા યજ્ઞના કારણે ઓઝન પડના ગાબડાં પણ પુરી શકાય છે. ગૌ સેવા, ગૌ પુજન, ગૌ સાધનાના ક્રાંતિકારી અભિયાનનો શુભારંભ પણ ગુજરાતની ક્રાંંતિકારી ધરતી પરથી થઈ રહ્યો છે.

ગૌ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાશે
આગામી દિપાવલી પર્વના બીજા દિવસથી નવ દિવસ સુધી અમદાવાદના ભાટ ગામ પાસે સાબરમતી નદીના કિનારે ગૌ નવરાત્રી પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે.નવ દિવસ સુધી ગૌ મંત્ર દ્વારા યજ્ઞમાં આહુતી અપાશે.મહોત્સવના સ્થલ પર ખાસ પ્રદર્શન પણ નું આયોજન છે.જેમાં ગૌ માતાના પ્રકાર,ગૌ સેવાથી થતા અકસ્પનીય લાભો,સમાજને રોગ,શોક,ભય,પીડા,આધિ વ્યાધી ઉપાધી માંથી ગૌ માતાની સેવા કેવી રીતે મુક્ત કરે છે,તેની અકલ્પનીય બાબતો દર્શાવવામાં આવશે.જે વિશ્વમાં સૌ પ્રથમવાર કાર્યક્રમ યોજાશે.

ગુજરાતની ધરતી પરિવર્તનની ભુમી છે
પથમેડા સંસ્થાના અગ્રણી આલોકજી અને મિડિયા સંયોજક ધર્મેન્દ્ર અરોરાએ પણ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે ગૌ રક્ષા અને ગૌ સેવા એક સમાન લાગે છે, પણ બંને કાર્યમાં તફાવત છે. પથમેડાની સંસ્થામાં ગૌ સેવા કરવામાં આવે છે. જ્યાં દોઢ લાખથી વધારે ગૌ માતા ની સેવા થાય છે. દરરોજ 35 લાખ રુપીયાનો ખર્ચ થાય છે. લોકોમાં જાગૃતિ આવે તો એકપણ ગાય કસાઈના હાથ સુધી પહોચે નહીં, અને ગાયોના કતલ બંધ થઈ જાય.