Bhavnagar News: ભાવનગર (Bhavnagar) શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં દિવસે દિવસે બનેલી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (viral video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, જેનું સ્થાન ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હોવાનું કહેવાય છે. જોકે, મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરી નથી.
[fvplayer id=”73″]
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં, એક વ્યક્તિ ધોળા દિવસે હાથમાં છરી લઈને બીજા વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ભાવનગરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં બની હતી. વીડિયોમાં દેખાતી હિંસક પ્રવૃત્તિથી સ્થાનિકોમાં ચિંતા વધી છે અને સોશિયલ મીડિયા પર તેના વિશે ચર્ચાઓ ચાલી રહી છે.
સૂત્રો કહે છે કે ગંગાજળિયા પોલીસ સ્ટેશનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે, પરંતુ પોલીસ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વીડિયોની સત્યતાની મંતવ્ય ન્યૂજ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, જેના કારણે ઘટના અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે.
આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ, ગર્ભ રહેતા યુવતીનો આપઘાત
આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો
