Ahmedabad News:અમદાવાદની (Ahmedabad) સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં વિદ્યાર્થીની (Student) હત્યાના (Murder) ચોંકાવનારા કેસમાં નવો વળાંક આવ્યો છે.આ કેસમાં સ્કૂલના કાર્યકારી આચાર્યએ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા જારી કરાયેલી નોટિસ અને તપાસ સમિતિની રચનાને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી પર આજે, 4 સપ્ટેમ્બર, 2025 ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે.
અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાથી સમાજમાં ઊંડો આઘાત અને આક્રોશ ફેલાયો છે. આ ઘટના બાદ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા અને વહીવટ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ મામલાની તપાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી અને શાળાને લગતા દસ્તાવેજો મંગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. DEOની નોટિસના જવાબમાં, સેવન્થ ડે સ્કૂલના કાર્યકારી આચાર્યએ હાઈકોર્ટમાં આ નિર્ણયો રદ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી.
સેવન્થ ડે સ્કૂલ વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં DEO દ્વારા જારી કરાયેલી નોટિસને “અનૈતિક અને ગેરકાયદેસર” ગણાવવામાં આવી છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે DEO દ્વારા તપાસ સમિતિ બનાવવાનો અને દસ્તાવેજો માંગવાનો નિર્ણય શાળાના હિત માટે હાનિકારક છે. શાળાએ દાવો કર્યો છે કે આ પ્રક્રિયા નિયમોનું પાલન કર્યા વિના કરવામાં આવી છે અને આ શાળાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.
ગુજરાત હાઈકોર્ટ આજે કેસની સુનાવણી કરશે, જેમાં શાળાની અરજીની માન્યતા અને DEOની નોટિસની ચર્ચા કરવામાં આવશે. આ સુનાવણીના પરિણામ પર કેસનો આગળનો માર્ગ નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ હત્યાકાંડ: શાળાની બેદરકારી ખુલી, ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ
આ પણ વાંચો:ખોખરા સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં શાળાની બેદરકારી સામે ફરિયાદની તૈયારી, ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ
આ પણ વાંચો:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને વિદ્યાર્થીની હત્યા કેસમાં કારણદર્શક નોટિસ, ત્રણ દિવસમાં જવાબ માંગ્યો
