Surat News: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ થઈ છે. પોલીસના મારથી મોત થયું હોવાનો કુટુંબીજનોનો આરોપ છે. 35 વર્ષીય કેદી મહેશવાળાનું મોત પોલીસના મારથી મોત થયું હોવાનો આરોપ છે. મૃતકના કુટુંબીજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
તેઓનો આરોપ છે કે પોલીસ આ કેસની તપાસ ઊંધી દિશામાં લઈ જઈ રહી છે. આમ તેમનો આરોપ છે કે આ કેસમાં પણ પોલીસ ખોટા જ પગલાં લેશે. આના પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સિવિલ હોસ્પિટલ આવ્યા છે. તેઓની સમક્ષ આરોપીના કુટુંબીઓએ જવાબદાર પોલીસ કર્મચારીઓ સમક્ષ પગલાં લેવા માંગ કરી છે.
ઉત્રાણ વિસ્તારમાં 35 વર્ષીય મહેશ જીવનભાઈ વાળા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે. મહેશ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. આ સાથે જ તેના વિરુદ્ધ સુરતના ઉત્રાણ, ચોકબજાર પોલીસ સ્ટેશન અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.
31 જુલાઈના રોજ મહેશની ઉત્તરાયણ પોલીસ દ્વારા બાઈક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 3 ઓગસ્ટના રોજ ઉત્રાણ પોલીસમાંથી ચોક બજાર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 5 ઓગસ્ટ ના રોજ ભરૂચ પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને ભરૂચ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. ભરૂચ પોલીસ સ્ટેશનમાં એક દિવસ રાખ્યા બાદ 6 ઓગસ્ટના રોજ તેને લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.
ગત રોજ 7 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે મહેશની તબિયત લથડતા લાજપોર જેલ ખાતેથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તપાસીને મહેશને મૃત જાહેર કર્યો હતો. આ અંગે મૃતક મહેશના શાળા સુરેશ વણઝારાએ જણાવ્યું હતું કે, ગતરોજ 10 વાગ્યે મહેશને સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પરિવારને જાણ કરવામાં આવી ન હતી.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો:રાજકોટ SOGએ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું
આ પણ વાંચો:આદિવાસી મ્યુઝિયમમાં જ આદિવાસી યુવાનને માર મરાયો, એકનું મોત