ગીર સોમનાથ/ આખા ગુજરાતમાં ફરતી રહે છે આ કૌશર બાનુ,રિંકલ બનીને કરે છે આવા કામ

ગુજરાતના ગીર સોમનાથના સુત્રાપાડા પંથકના એક લગ્નોત્સૂક વ્યક્તીને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવી આપવા બાબતે બે દલાલો સહિત ત્રણ મહિલાઓ સાથેની કૂલ છ વ્યક્તીઓની ગેંગને પોલીસે ઝડપી લીધી છે.

Top Stories Gujarat Others

 ગુજરાતના ગીર સોમનાથના સુત્રાપાડા પંથકના એક લગ્નોત્સૂક વ્યક્તીને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવી આપવા બાબતે બે દલાલો સહિત ત્રણ મહિલાઓ સાથેની કૂલ છ વ્યક્તીઓની ગેંગને પોલીસે ઝડપી લીધી છે. રૂપિયા 1.30 લાખ ખંખેર્યા બાદ પણ સામે ફરિયાદ કરવાની ધમકી આપતા ફરીયાદી પોલીસના શરણે ગયો અને આખી ગેંગનો ભાંડો ફૂટ્યો.

આ આખી ઘટનાક્રમની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામના અજયભાઈ સોલંકી કે જેમને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરવાના હતા તેમણે લગ્ન કરવા માટે 1- નરસીહ વાજા જે સુત્રાપાડાના રહીશ છે. અને 3- શમીબેન ઉર્ફે સીમા ખેમરાજ જોશી કે જે લગ્ન માટે દલાલીનું કામ કરતા હતા તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જૂનાગઢના 3- દિપક નાગદેવ તેમજ 4- રિયાઝ કરીમભાઈ મિર્ઝા રાજકોટ તેમજ 5- કોમલ ઉર્ફે મુસ્કાન રિયાઝ જે રાજકોટના છે 6- કૌશર બાનૂ લગ્ન કરલ તે મહીલ સહીત આ તમામ છ વ્યક્તિઓએ ફરિયાદી અજય સોલંકી પાસેથી લગ્ન કરાવી આપવા 1.30 લાખ હતા.

આખી ઘટનામાં મહત્વની વાત એ છે કે અજયભાઈ સાથે લગ્ન કરનાર કૌશરબાનુ અશરફભાઈના પત્ની હોય. જે બે સંતાનોની માતા હોય. તે કૌશરબાનું ખોટા દસ્તાવેજો ઊભા કરી કૌશરબાનૂ માંથી તેમને રીંકલ અનિલભાઈ પંડ્યા નામના બોગસ આધાર કાર્ડ બનાવી અને અજયભાઈ સાથે તેમના લગ્ન કરાવ્યા હતા. લગ્ન થયા બાદ આ કૌશરબાનૂ ઉર્ફે રીંકલ દસ દિવસ સુત્રાપાડા ખાતે રહેલ. ત્યારબાદ તે નાસી છૂટી હતી.અને ત્યારબાદ અજય ને ધમકી આપવા લાગેલ અને તમારા પર અમે કેસ કરીશું તેવું જણાવતા અજય સોલંકી પોલીસ સમક્ષ આખી ફરિયાદ આપી હતી.

આમ આ આખા  લૂંટેરી દુલ્હન બનાવમાં હાલ પોલીસે ચાર આરોપી જેમાં -1-શમીમબેન અને -2-કોમલ ઉર્ફે મુસ્કાન અને 3- કૌશરબાનુ 4-રીયાઝ મીરજાની ધરપકડ કરી છે જ્યારે નર્સિંગ વાજા દીપક નાગદેવ સહિત બે આરોપીને હજુ ઝડપવાના બાકી છે ત્યારે લગ્ન કરવાની લાલચે હાલ આ ગેંગ પરથી જાણવા મળ્યું છે કે આ ગેંગ યુવતીઓને લગ્ન કૌભાંડમાં સામેલ કરવા માટે બીજા ધર્મના અનેક ખોટા દસ્તાવેજો ઊભા કરી અને છેતરી રહી છે ત્યારે આ બનાવમાં પોલીસે કલમ 406- 420- 465- 467- 468 -471- 506/2 અને 120 બી મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના સેનેટરી ઇન્સ્પેકટર ભીખુએ કર્યું એવુ કામ કે કોર્પોરેશનની પણ થઇ ફજેતી,જાણો શુ છે આખી હકીકત

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

આ પણ વાંચો:સામૂહિક આપઘાત, પિતાએ પહેલા બાળક-પત્નીને ઝેરી દવા પીવડાવી અને પછી ખાધો ગળે ફાંસો

આ પણ વાંચો:બિઝનેસમેનનું હાર્ટ એટેકથી મોત, અચાનક છાતીમાં દુખાવો થતા જમીન પર પડ્યો અને પછી…..