Gujarat News/ ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ, રથયાત્રાના દિવસે અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસા (Monsoon)એ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે

Top Stories Gujarat
ગુજરાતમાં ચોમાસા (Monsoon)એ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે

Gujarat News : ગુજરાતમાં ચોમાસા (Monsoon)એ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના ચમકારા અને તેજ પવન સાથે વરસાદ (Rain)પડી શકે છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ એકસાથે સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો આવતા આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા તેમજ મધ્યમ વરસાદની શક્યતા છે.

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદી માહોલ

અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડવાની સંભાવના છે. જ્યારે 16 જુલાઈએ શહેરમાં ગાજવીજ, તેજ પવન અને સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રથયાત્રાના દિવસે હવામાન (Ahmedabad Rath Yatra Weather)માં અચાનક ફેરફાર જોવા મળી શકે છે, તેથી આયોજકો અને નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

રાજકોટ, ખેડા સહિત અનેક જિલ્લામાં વરસાદ

રાજકોટ શહેરમાં સવારથી જ ધીમા વરસાદે માહોલ ઠંડો કર્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ખેડા જિલ્લાના માતર તાલુકા તેમજ આસપાસના ગામોમાં ભારે વરસાદ (Rain) નોંધાયો હતો. અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે પર વરસાદ અને પવનના કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન ચલાવ્યાં.

તે ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા, ધંધુકા-ધોલેરા વિસ્તાર, તાપીના વાલોડ અને વ્યારા તેમજ અરવલ્લીના મોડાસા અને માલપુર તાલુકામાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા છે.

ખેડૂતો માટે રાહતના સમાચાર

તાજેતરના વરસાદ (Rain)થી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ફાયદો થવાની આશા છે. લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ

સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 162.8 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમય સુધી 226.1 મિમી વરસાદ થવો જોઈએ. એટલે કે ગુજરાતમાં હજુ પણ સરેરાશ કરતાં લગભગ 28 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો વરસાદની આ ઘટમાં ઘટાડો થઈ શકે છે.


આ પણ વાંચો : ગુજરાતના જૂનાગઢમાં ધોધમાર વરસાદ, અરવલ્લીમાં ખેડૂતોને રાહતની આશા

આ પણ વાંચો : ગુજરાતમાં રથયાત્રા પહેલા હવામાન વિભાગની આગાહી સામાન્ય વરસાદની શક્યતા, જાણો વરસાદ અને પવન અંગેની IMDની આગાહી

આ પણ વાંચો : દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો ક્યાં રાજ્યોમાં આગામી 12 કલાક રહેશે ભારે