Not Set/ પાટણ: આયકર અધિકારી વિકાસસિંગ જાટ રંગેહાથ ઝડપાયા લાંચ લેતા

પાટણ, પાટણના આયકર અધિકારી વિકાસસિંગ જાટ 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. રિટર્ન ફાઇલ તૈયાર કરવાના મામલે 20 હજારની લાંચ માંગી હતી. છટકામાં આયકર અધિકારી ફસાયા લાંચની જાણ એસીબીને થતા છટકુ ગોઠવ્યુ હતુ..છટકામાં આયકર અધિકારી વિકાસસિંગ જાટ રંગેહાથ ઝડપાઇ ગયા હતા..સ્થાનિક સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એક વેપારીના બેંક એકાઉન્ટમાં વર્ષ 2010-11માં 12.07 કરોડ […]

Top Stories Gujarat Others

પાટણ,

પાટણના આયકર અધિકારી વિકાસસિંગ જાટ 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. રિટર્ન ફાઇલ તૈયાર કરવાના મામલે 20 હજારની લાંચ માંગી હતી.

છટકામાં આયકર અધિકારી ફસાયા

લાંચની જાણ એસીબીને થતા છટકુ ગોઠવ્યુ હતુ..છટકામાં આયકર અધિકારી વિકાસસિંગ જાટ રંગેહાથ ઝડપાઇ ગયા હતા..સ્થાનિક સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એક વેપારીના બેંક એકાઉન્ટમાં વર્ષ 2010-11માં 12.07 કરોડ રૂપિયાનું ટ્રાન્જેકશન થયેલું હતું પરંતુ તેમણે રિટર્ન ભરેલા ન હતા.

દોઢેક માસ અગાઉ પાટણ ઇન્કમટેક્સ કચેરીના ધ્યાને આવતાં કચેરી દ્વારા વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી. આ બાબતે ખુલાસો માંગતા વેપારીએ કચેરીનો સંપર્ક કર્યો હતો જેમાં તેમને નફા નુકશાનનું પત્રક મેળવી રિટર્ન ફાઇલ કરવાની સૂચના આપવામાં આવી હતી.

વેપારીએ પાટણ એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો.

જેના આધારે વેપારીએ નફા નુકશાન પત્રક સાથે રિટર્ન ફાઈલ તૈયાર કરી કચેરી ખાતે જતાં આયકર અધિકારી વિકાસસિંગ જાટે લાંચ માંગી હતી. પ્રકરણ ફાઈલકરવું હોય તો 20 હજાર થશે તેમ કહી ત્રણ દિવસ અગાઉ લાંચની માગણી કરી હતી.

જેને પગલે વેપારીએ પાટણ એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. પીઆઈ એચ.એસ.આચાર્યએ તેમની ટીમ સાથે આયકર કચેરીમાં બપોરે ત્રણ વાગે છટકું ગોઠવ્યુ હતુ. લાંચ લીધા બાદ 2 હજાર પરત આપતા સમયે આયકર અધિકારી વિકાસસિંગ જાટ રંગેહાથ ઝડપાઇ ગયા હતા.