- અમદાવાદ ભેખડ ધસી પડતાં મજૂરનું મોત
- જૂના વાડજમાં ભેખડ ધસી પડતા મજૂરનું મોત
- 10 ફૂટ અંદર દટાયો હતો મજૂર
- ફાયરની ટીમે ભારે મહેનત બાદ બહાર કાઢ્યો
અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં ભેખડ ધસી પડતાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, જુના વાડજના રામાપીરના ટેકરા પર નર્સિંગ સોસાટી પાસે પાઇપલાઇન નાંખવાની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતાં મજૂર 10 ફૂટ અંદર દટાયો હતો. આ અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
મહત્વનું છે કે, ફાયરની ટીમે ભારે મહેનત બાદ મજૂરને બહાર કાઢ્યો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, અહીં હાજર ડોક્ટરો દ્વારા મજૂરને મૃત જાહેર કરાયો હતો. અન્ય કોઈ વ્યક્તિ અંદર છે કે નહીં એની ફાયરબ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આપને જણાવી દઈએ કે, ગઈ કાલે બાપુનગરમા સત્યમ ફ્લેટનો સ્લેબ ધરાશાયી થયો હતો. બીજા માળ પર રમી રહેલા બાળક પર કાટમાળ પડ્યો. 55થી 60 વર્ષ જુની સરકારી આવાસ યોજનાના બિલ્ડીંગનાો સ્લેબ ધરાશાયી થયો. બાળક પર સ્લેબ પડતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
કોરોનામાં અંતિમ સંસ્કાર નહીં કરવા દેવાના ભયે પરિવારે દીકરાના આપઘાતની જાણ ન કરતા થયું કંઇક આવું….
જોગડ ગામે બે અજગરના બચ્ચા જોવા મળ્યા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગુજરાતના ગૃહમંત્રી પર ચપ્પલ ફેંકનાર ગોપાલ ઇટાલિયાની આપના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
