Not Set/ ડોલરની સામે રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ,પહેલીવાર આટલી સપાટીએ પહોચ્યો

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો અને શેરબજારમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી રૂપિયામાં આ ઘટાડો જોવા મળી રહ્યો

Top Stories India

ડોલર સામે રૂપિયો સૈાથી નીચે સપાટીએ જોવા મળ્યો છે. પ્રથમ વખત ડોલર સામે રૂપિયો 78 રૂપિયાની નીચે ગયો છે. રૂપિયો 43 પૈસા ઘટીને 78.28 રૂપિયા પર પહોંચી ગયો છે.  વિદેશી રોકાણકારોની વેચવાલી અને અમેરિકામાં ફુગાવાના આંકડામાં વધારાને કારણે એક ડોલર સામે રૂપિયામાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે.

Section 144 In Delhi/ રાહુલ ગાંધીની હાજરી પહેલા ED ઓફિસની આસપાસ કલમ 144 લાગુ

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો અને શેરબજારમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી રૂપિયામાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે વિદેશી રોકાણકારોએ તેમનું રોકાણ પાછું ખેંચી લીધું હોવાથી ડોલર સામે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી રૂ. 78.26 પર આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે 23 ફેબ્રુઆરી 2022ના રોજ યુદ્ધ શરૂ થયું તે પહેલા ડોલરની સરખામણીમાં રૂપિયો 74.62 રૂપિયા પર હતો જે 10 જૂન 2022ના રોજ ઘટીને 77.82 રૂપિયા થઈ ગયો છે. રૂપિયાના ઘટાડાને રોકવા માટે આરબીઆઈએ ઘણા નવા પગલા લીધા છે.

Share Market Crash/ બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં હાયકારો

નોંધનીય છે કે  અમેરિકામાં મોંઘવારી વધી છે. શુક્રવારે યુએસ માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. હવે એવી આશંકા છે કે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારો કરી શકે છે.વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે. જૂન મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ રૂ. 14,000 કરોડના શેરનું વેચાણ કર્યું છે. તે જ સમયે, મે મહિના માટે છૂટક મોંઘવારીનો ડેટા પણ આવવાનો છે, જેના પર નજર રાખવામાં આવી રહી