સોમવારે પોલીસે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપોરા વિસ્તારમાં આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા ચાર શખ્સની ધરપકડ કરી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અવંતિપોરા પોલીસે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે.
“ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ખ્રેવનો રહેવાસી મોહમ્મદ આમેન, મોહમ્મદ રફીક, ફૈઝ લોન અને અવંતિપોરાના રહેવાસી મકબુલ ડાર તરીકે કરવામાં આવી હતી.” પોલીસ પ્રવક્તાએ કહ્યું કે પોલીસ રેકોર્ડ મુજબ ધરપકડ કરાયેલા લોકો અવંતિપોરામાં કાર્યરત જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓને મદદ કરતા હતા.
તેમણે જણાવ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો જૈશ-એ-મોહમ્મદના સક્રિય આતંકવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ અને આશ્રય આપતા હતા, જેમાં કમાન્ડર કારી યાસીર અને તેના સાથીદારો પણ સામેલ હતા. આપને જણાવી દઇએ કે, કમાન્ડર કારી યાસીર અને તેના સાથીદારો અવંતિપોરામાં એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “પોલીસ આ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અન્ય ચાર લોકોની ભૂમિકાની તપાસ કરી રહી છે અને આ વિસ્તારના સક્રિય આતંકવાદીઓને ટેકો આપે છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
