Punjab News/ પંજાબમાં 2 હેન્ડ ગ્રેનેડ-ગ્લોક પિસ્તોલ સાથે બબ્બર ખાલસાના ત્રણ શખ્સો ઝડપાયા, પોલીસ સ્ટેશન પર હુમલાની તૈયારી કરતા હતા

પાકિસ્તાની ISI સમર્થિત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ

Top Stories India

Punjab News : પંજાબમાં પોલીસ સ્ટેશન પર હુમલાની તૈયારી કરી રહેલા બબ્બર ખાલસાના ત્રણ શખ્સોની પોલીસે ધરુકડ કરી છે. તેમની પાસેથી પોલીસે 2 હેન્ડ ગ્રેનેડ-ગ્લોક પિસ્તોલ કબજે કરી હતી. આ બનાવની વિગત મુજબપંજાબ પોલીસના મોહાલી સ્થિત સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે પાકિસ્તાની ISI સમર્થિત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.આ મોડ્યુલ યુકે સ્થિત નિશાન સિંહ અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી હરવિંદર રિંડા ચલાવી રહ્યા હતા. પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ અમૃતસરમાં પોલીસ મથકો પર હુમલો કરવાની અને ટાર્ગેટ કિલિંગ કરવાની યોજના બનાવી રહ્યા હતા. તેમની ધરપકડ સાથે, એક મોટો આતંકવાદી કાવતરો નિષ્ફળ ગયો છે અને ઘણા લોકોના જીવ બચી ગયા છે, એવો પોલીસનો દાવો છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સહજપાલ સિંહ અને વિક્રમજીત સિંહ તરીકે થઈ છે. બંને અમૃતસર ગ્રામીણના રામદાસના રહેવાસી છે. જ્યારે એક આરોપી સગીર પણ છે. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો પાસેથી બે હેન્ડ ગ્રેનેડ, એક ગ્લોક પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો છે.

પોલીસે આ સંદર્ભમાં મોહાલી પોલીસ સ્ટેશનમાં સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલમાં બીએનએસ અને એક્સપ્લોઝિવ એક્ટની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ કેસમાં ઘણા વધુ ખુલાસા થશે. પોલીસ અધિકારીઓનો દાવો છે કે પોલીસ આતંકવાદી સંગઠનોને ખતમ કરવામાં સતત રોકાયેલી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોવાની શક્યતા નથી, ટ્રમ્પના વિદેશમંત્રીની શાહબાઝ શરીફ સાથે ચર્ચા

આ પણ વાંચો:અમે ઈરાનના પરમાણુ પ્લાન્ટ સંપૂર્ણપણે નાશ કરી દીધા’, ટ્રમ્પે પેન્ટાગોનના ગુપ્તચર અહેવાલને નકારી કાઢ્યો