Ahmedabad News/ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રનો આક્ષેપ, કહ્યું પત્ની સંપૂર્ણ સ્ત્રી નથી

આરોપીએ ફરિયાદી પાસેથી પણ રુપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ પત્ની સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પત્ની સંપૂર્ણ સ્ત્રી ન હોવાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવી આચાર્ય અને હાલના આચર્ય રાજેન્દ્ર પ્રસાદના પુત્રએ તેની પત્નિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.  જેમાં જણાવાયું છે કે પત્નિએ કેફી પીણુ પિવડાવી 11 લાખ પડાવ્યા હતા.  તે સિવાય પરિવારને બદનામ કરી રુપિયા 100 કરોડ પડાવવાનુ કાવતરુ ઘડ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. એટલું જ નહી ભાવી આચાર્ય દ્વારા પત્નિ સંપુર્ણ સ્ત્રી નથી તે જાણતા હોવા છતાં, પરિવારે રુપિયા પડાવવા તેની સાથે લગ્ન કરાવ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. ઘાટલોડિયા પોલીસે આ અંગે  ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. 

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવી આચાર્ય વજેન્દ્ર પ્રસાદ પાંડેએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી છે. પત્નિ અવંતિકા શુક્લા, સસરા અજયશંકર શુક્લા, સાસુ વૈશાલી શુક્લા, સાળા ગોકુલ શુક્લા લગ્ન કરાવનાર શશીકાંત તિવારી અને ગોપાલ પાંડે સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે, પત્નિ અવંતિકા શુક્લા સંપૂર્ણ સ્ત્રી નથી તે વાત પરિવારજનો જાણતા હોવા છતાં છેતરપિંડીથી લગ્ન કરાવ્યા છે. આ ઉપરાંત હનીમુન સમયે પણ પત્ની અવંતિકા એ સફેદ કેફી પાવડર પીવડાવી અન્ય સ્ત્રી સાથે નિર્વસ્ત્ર હાલતમાં ઝડપાઈ હોવાનો આક્ષેપ કર્યો છે, ત્યારબાદ આરોપી અવંતિકાએ પુરુષમાં નહી પરંતુ સ્ત્રીમાં રસ હોવાનું જણાવ્યુ હતુ, ત્યારબાદ ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી વજેન્દ્ર પ્રસાદ પાંડે દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, તમામ આરોપીઓ દ્વારા 1-11-2023 થી 27-11-2024 સુધીમાં આ છેતરપિંડી આચરી છે. ઉપરાંત પરિવારને મારી નાખવાની ધમકી આપી 100 કરોડ રુપિયા પડાવી લેવાનુ તરકટ રચ્યુ હતુ, ફરિયાદીને પત્નિ પર શંકા જતા અવંતિકાના સો. મિડીયા પર નજર કરતા અન્ય સ્ત્રી સાથેના ચેટ મળી આવી હતી. જે બાદ અવંતિકાના પરિવારને જાણ કરતા તેના પિતાએ પણ પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી, સાથે જ અવાર નવાર આરોપીએ ફરિયાદી પાસેથી પણ રુપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

એક તરફ પોલીસ આ કેસની ફરિયાદ નોંધી તપાસ આદરી છે. તેવામા જ ફરિયાદીની પત્નિ અવંતિકાના પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયુ છે, જોકે મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટી નથી કરતી, જે પત્રમા તેનો પતિ તથા તેના સાસરીયાઓ બળજબરીથી કોઈ પીણું પિવડાવે છે તથા પતિ પ્રાણીઓની જેમ શારીરિક સંબંધ રાખે છે, જેવા આરોપ મુકવામાં આવ્યા છે. જેથી પોલીસે આ તમામ અલગ અલગ મુદ્દે તપાસ કરી રહી છે. આમ હવે તપાસમાં શું નવી હકીકત બહાર આવે છે તે જોવાનું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાઃ હરણી તળાવ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરોને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી

આ પણ વાંચો:વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી રિટ પિટિશન

આ પણ વાંચો:હરણી તળાવ દુર્ઘટના મામલે 18 સામે ગુનો નોંધાયો, હર્ષ સંઘવીએ આપ્યા કડક તપાસના આદેશ