Gujarat News: 23 જૂનના રોજ મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા માટે યોજાયેલી NEET PGની પરીક્ષા પેપર લીક થયું હોવાની આશંકા સાથે રદ કરવામાં આવી હતી. જે પરીક્ષા આજે 11 ઓગસ્ટના રોજ ફરીથી દેશના એક હજાર કરતા પણ વધુ પરીક્ષા કેન્દ્ર પર NEET PGની પરીક્ષા યોજાશે.
ગુજરાતમાંથી 9000 જેટલા ઉમેદવારો નીટ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટેની પરીક્ષા આપશે. અગાઉ 23મી જૂને નીટ પીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે યોજાઈ નહોતી. પરીક્ષાનું બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9થી 12 કલાક અને બપોરે 3થી 6 સુધી પરીક્ષા લેવાશે. સવારે 7.30 કલાકથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ માટે વિદ્યાર્થીઓને 7:30 કલાકથી જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ અને આઈડી પ્રુફ સાથે રાખવું ફરજીયાત પડશે.
આ પણ વાંચો:ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ બાદ 36 TDOની કરાઈ બદલી
આ પણ વાંચો:સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ભરૂચમાં નર્મદા નદીની ભયજનક સપાટીની શક્યતા નહિવત્
આ પણ વાંચો:દર્દીઓ સારવાર માટે સિવિલ પહોંચ્યા જોકે સાહેબો ઘરે આરામ ફરમાવતા હતા