Ahmedabad News : સરકાર સરકારી ગરીબો માટે હોસ્પિટલ ચલાવે છે, પ્રજાના પૈસાથી ડૉક્ટર્સ અને હોસ્પિટલના સ્ટાફને પગાર ચૂકવાય છે. પણ હોસ્પિટલમાં પોલ મારતા કર્મચારીઓને કારણે દર્દીઓને હેરાનગતિ થઈ રહી છે. અમદાવાદની સોલા સિવિલમાં ટાઈમસર નતો ડૉક્ટર પહોંચે છે નતો સિવિલના RMO.આયુષ્યમાન કાર્ડની ઓફિસમાં પણ સવારે સાડા નવ વાગ્યે તાળા જોવા મળ્યા. સિવિલ હોસપિટલમાં દર્દીઓ વહેલી સવારથી જ લાઈનમાં છે પણ દર્દીઓની સારવાર કરે તેવા કોઈ ડૉક્ટર્સ નથી. દર્દીઓ લાઈનમાં હેરાન પરેશાન છે પણ તબીબો સવારની મીઠી નિંદર પોતાના ઘરમાં માણી રહ્યા છે.
દર્દીઓ દર્દથી તડપે છે પણ ડૉક્ટર સાહેબ એસીની ઠંડી હવા પોતાના પરિવાર સાથે ખાઈ રહ્યા છે. હા તેમની નોકરી સિવિલમાં શરૂ થઈ ગઈ છે. OPD ચાલુ છે પણ બીચારા દર્દીઓ કરે તો શું કરે? એ જ ધરમધક્કા અને મોટી હેરાનગતિ.શનિવાર હોય ત્યારે સિવિલમાં હાફ ડે હોય છે. હાફ ડે એટલે અડધો દિવસ તો ડૉક્ટર સાહેબે હોસ્પિટલમાં આવવાનું જ અને દર્દીઓની તપાસ કરવાની પણ સોલા સિવિલના ડૉક્ટર્સે શનિવારને કદાચ રવિવાર સમજી લીધો હશે. એમને એમ કે, ક્યાં કોઈને ખબર પડવાની છે?, શનિવાર અને રવિવાર મારી લઈએ પોલ પણ ભણેલા-ગણેલા હોશિયાર ડૉક્ટર સાહેબની પોલ પણ લોકો હવે જાણવા લાગ્યા છે. જો દર્દીઓ હેરાન થયા તો તમે પણ હેરાન થશો એ નક્કી. કેટલાક ડૉક્ટર્સ અને હોસ્પિટલનો સ્ટાફ શનિવારે રજાના મુડમાં જોવા મળ્યો. તો અમને એવું લાગ્યું કે ચાલો આ મામલે સિવિલના RMO પાસેથી ખુલાસો માંગીએ.
RMOની ઓફિસમાં પણ જે દ્રશ્ય જોવા મળ્યું તે અચરજ પમાડે તેવું હતું. RMOની ખુરશી ખાલી હતી. સોલા સિવિલના ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને RMO તો ગેરહાજર જોવા મળ્યા. એટલુ જ નહી આયુષ્યમાન કાર્ડના કાઉન્ટર પાસે પણ સવારે પોલમપોલ જ નજરે ચઢતી હતી. આયુષ્યમાન કાર્ડની ઓફિસમાં લાઈન અને પંખા ચાલુ હતા. પ્રજાના પૈસાથી વીજળીનો વેડફાટ થઈ રહ્યો હતો પણ અંદર એક પણ વ્યક્તિ હાજર નહતો. જે રાજ્યનું સૌથી મોટું મહાનગર છે.
જે સિવિલ રાજ્યમાં બીજા નંબરે સૌથી મોટી માનવામાં આવે છે. જો અહીં પણ આવી સ્થિતિ હોય તો પછી અંતરિયાળ ગામડા અને નાના શહેરમાં કેવી દશા હશે?. મહાનગરોમાં પણ જો આવો સરકારી સ્ટાફ હોય તો ગામડાઓમાં તો કલ્પના પણ ન કરી શકાય. રાજ્યના આરોગ્ય મંત્રી તેમના વિભાગમાં ચાલતી લાલિયાવાડીને સુધારશે નહી તો જનતા હિસાબ તમારી પાસેથી જ માંગશે. તમારે પણ જનતા પાસે મત લેવા તો જવાનું જ છેને?. યાદ રાખજો પઈ પઈનો હિસાબ જનતા વ્યાજ સાથે ચુકવશે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ, પોલીસના મારથી મોતનો આરોપ
આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત
આ પણ વાંચો: કાટમાળમાંથી ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનેલા કચ્છને એરપોર્ટ મળી શકે