Not Set/ ઝારખંડમાં નક્સલીઓએ રેલવે ટ્રેક ઉડાવી દીધો: અનેક ટ્રેન કરાઈ ડાઈવર્ટ

રાંચી: ઝારખંડમાં નક્સલીઓ દ્વારા ગત મોડી રાતે ધનબાદ-ગયા રેલવે લાઈન પર ચૌધરીબાંધ અને ચિંગડો રેલવે સ્ટેશનની વચ્ચેનો રેલવે ટ્રેક શક્તિશાળી વિસ્ફોટકથી ઉડાવી દેતાં હાહાકાર મચી ગયો છે. રેલવે ટ્રેક ઉડાવી દેતાં દિલ્હી-ગયા-હાવડા રેલવે લાઈન પર અનેક ટ્રેનની અવરજવર પર અસર પડી છે. આ ઘટના અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર નક્સલીઓએ બે શક્તિશાળી કેન બોમ્બ લગાવીને ટ્રેક […]

Top Stories India Trending
Naxalites Exploded Railway-track between on dhanbad gaya route

રાંચી: ઝારખંડમાં નક્સલીઓ દ્વારા ગત મોડી રાતે ધનબાદ-ગયા રેલવે લાઈન પર ચૌધરીબાંધ અને ચિંગડો રેલવે સ્ટેશનની વચ્ચેનો રેલવે ટ્રેક શક્તિશાળી વિસ્ફોટકથી ઉડાવી દેતાં હાહાકાર મચી ગયો છે. રેલવે ટ્રેક ઉડાવી દેતાં દિલ્હી-ગયા-હાવડા રેલવે લાઈન પર અનેક ટ્રેનની અવરજવર પર અસર પડી છે.

આ ઘટના અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર નક્સલીઓએ બે શક્તિશાળી કેન બોમ્બ લગાવીને ટ્રેક ઉડાવી દીધો હતો. આ ઘટના બાદ ધનબાદ-ગયા-દિલ્હી રૂટ પરની તમામ ટ્રેનોને જે સ્થળે હોય ત્યાં જ રોકી દેવામાં આવી છે. મોડી રાતથી જ આ રૂટ પરની તમામ ટ્રેનોને ડાઈવર્ટ કરવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે નક્સલીઓ દ્વારા તા. ૧૬ અને ૧૭ ઓક્ટોબરના રોજ બિહાર-ઝારખંડ બંધનું એલાન આપ્યું છે. માઓવાદીઓ આઈપીએસ અમરજિત બલિહારની હત્યાના કેસમાં દોષી જાહેર થયેલા બે નક્સલીઓની ફાંસીની સજાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

નકસલવાદીઓના કૃત્યથી જીસી સેક્શનની અપ અને ડાઉન બંને લાઈન પર રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ ઘટના હજારીબાગ અને પારસનાથ વચ્ચે આવેલા ચેરો સ્ટેશનના ચૌધરીબાંધ નજીક બની છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર અગમચેતીનાં પગલાં ભરીને આ રૂટ પરની તમામ ટ્રેનોને જે તે સ્થળે રોકી દેવામાં આવી છે અને કેટલીક ટ્રેનોને ડાઈવર્ટ કરી દેવામાં આવી છે.

ગંગા દામોદર, કાલકા એક્સપ્રેસ ટ્રેન સહિતની લગભગ અડધો ડઝન ટ્રેનોને જે સ્થળે હોય ત્યાં જ અટકાવી દેવામાં આવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ધનબાદ રેલ મંડળના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ધનબાદ રેલ ડિવિઝનના ચૌધરીબાંધ અને ચિંગડો રેલવે હોલ્ટ વચ્ચે પોલ નંબર ૩ર૬/૧૮ પાસે નક્સલીઓએ રેલવે ટ્રેકને ઉડાવી દીધો છે. રેલવે કર્મચારીઓએ વહેલી સવારના ચાર વાગ્યાની આસપાસ રેલવે ટ્રેક રિપેર કરી દીધો હતો, પરંતુ હજુ આગળ ટ્રેક પર નક્સલીઓએ વિસ્ફોટકો મૂક્યા હોવાની આશંકાથી રેલ વ્યવહાર શરૂ કરી શકાયો નથી. ચંબલ એક્સપ્રેસને દીનદયાલ ઉપાધ્યાય જંકશન (મુગલસરાય)થી પટણા થઈને મોકલવામાં આવી છે.

આ અગાઉ ગયા વર્ષના મે મહિનામાં આ રેલવે લાઈન પર નક્સલીઓએ ટ્રેક ઉડાવી દીધો હતો. નક્સલીઓએ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં ર૮ મે, ર૦૧૭ની રાતે ભારે ધમાલ મચાવી હતી. આ દરમિયાન તેમણે રેલવે ટ્રેક પણ ઉડાવી દીધો હતો.