મુંબઈ
ફિલ્મ ‘હાઉસફુલ-4’ ચર્ચાનો વિષય બની ચુકી છે. નિર્દેશક સાજીદ ખાને આ ફિલ્મ છોડી દીધી છે કેમ કે મહિલાઓએ તેમના પર ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્માં નવા નિર્દેશકની એન્ટ્રી પણ થઇ ચુકી છે. નાના પાટેકર પણ ફિલ્મથી દુર થઇ ચુક્યા છે. આ તમમાં ખરાબ સમાચારના વચ્ચે અક્ષય કુમારનો લૂક સામે આવ્યો છે.
આ ફિલ્મ પુનર્જન્મ પર આધારિત છે. મુવીમાં અક્ષય કુમાર ડબલ રોલમાં છે. તેમનો એક રોલ બાહુબલીના જમાનાનો છે અને તે લૂકને શેર કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે અક્ષય કુમાર તાલિયો છે અને મૂંછોમાં તેઓ યોદ્ધા લાગી રહ્યા છે. આ રાજા-મહારાજાઓના યુગનો લૂક છે. જેમાં અક્ષય ખુબ જ ગંભીર લાગી રહ્યા છે આને તેઓ આ લૂકમાં ખુબ જ સુંદર લાગી રહ્યા છે.
આગામી વર્ષે દિવાળી પર રિલીઝ થનારી આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સેનન અને પૂજા હેગડે પણ જોવા મળશે.