Not Set/ મહુવા નજીક ટોળાએ ટ્રકને આગ ચાંપી, પોલીસે ટ્રક ડ્રાઈવર અને ટોળા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો

સુરત, સુરત જિલ્લાની મહુવા નજીક રાજસ્થાન પાસિંગની એક ટ્રકને ટોળાએ આગ ચાંપી દીધી હતી. ટ્રક ચાલક પલસાણા ગામ પાસે કોઈ વાહનને અકસ્માત કરીને ભાગી ગયો હતો તેવો આક્ષેપ ટોળાએ કર્યો હતો. બારડોલીથી પીછો કરને આવેલા ટોળાએ ટ્રક ડ્રાઈવરને માર માર્યો હતો. ટ્રકની કેબિન બળીને ખાક થઈ ગઈ હતી.પોલીસે ટોળા અને ટ્રક ડ્રાઈવર વિરૂ્દ્ધ ગુનો દાખલ […]

Gujarat Surat Trending

સુરત,

સુરત જિલ્લાની મહુવા નજીક રાજસ્થાન પાસિંગની એક ટ્રકને ટોળાએ આગ ચાંપી દીધી હતી. ટ્રક ચાલક પલસાણા ગામ પાસે કોઈ વાહનને અકસ્માત કરીને ભાગી ગયો હતો તેવો આક્ષેપ ટોળાએ કર્યો હતો.

બારડોલીથી પીછો કરને આવેલા ટોળાએ ટ્રક ડ્રાઈવરને માર માર્યો હતો. ટ્રકની કેબિન બળીને ખાક થઈ ગઈ હતી.પોલીસે ટોળા અને ટ્રક ડ્રાઈવર વિરૂ્દ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

રાજસ્થાન પાસિંગની આ ટ્રકને ટોળાએ રાત્રે આગ ચાંપી દીધી હતી. ટ્રક મહુવા તાલુકાના વહેવલ ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બારડોલી તરફથી ટ્રકનો પીછો કરી આવી રહેલા ટોળાએ ટ્રકને અટકાવી ટ્રક ચાલકને ઢોર માર માર્યો હતો.

ટોળાનો આક્ષેપ હતી કે ટ્રક ચાલક પલસાણા ગામ પાસે કોઈક વાહને અકસ્માત કરીને ભાગી રહ્યો હતો. ટોળાએ પલસાણા થઈ છેક મહુવા સુધી ટ્રકનો પીછો કરી તેને અટકાવ્યો હતો. ટોળા એ ટ્રક ચાલકને માર મારી ને બહાર ઉતારી મુક્યો હતો ત્યારે બાદ ટ્રકને આગ ચાંપી દીધી હતી.

ટ્રકની કેબીન આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. મહુવા પોલીસે ટ્રક ચાલક ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે ટોળા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.