Not Set/ આજથી ચુંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ થશે શાંત

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન ૧૪ ડિસેમ્બરના રોજ યોજવાનું છે. ત્યારે મંગળવાર સાંજથી ૫ વાગ્યા બાદ ચુંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઇ જશે. પ્રચારના અંતિમ દિન જોતા તમામ દિગ્ગજ નેતાઓની રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, બીજા તબક્કાના ૯૩ બેઠકો પર ૮૫૧ ઉમેદવારો મેદાનમાં છે. પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના અમદાવાદમાં […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન ૧૪ ડિસેમ્બરના રોજ યોજવાનું છે. ત્યારે મંગળવાર સાંજથી ૫ વાગ્યા બાદ ચુંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઇ જશે. પ્રચારના અંતિમ દિન જોતા તમામ દિગ્ગજ નેતાઓની રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, બીજા તબક્કાના ૯૩ બેઠકો પર ૮૫૧ ઉમેદવારો મેદાનમાં છે.

પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના અમદાવાદમાં યોજાનારા રોડ-શો રદ્દ થયા બાદ પીએમ મોદી દેશના સૌપ્રથમ સી-પ્લેન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટથી ઉડાન ભર્યા બાદ ધરોઈ ડેમ ખાતે પહોચ્યા હતા અને ત્યારબાદ શક્તિપીઠ માં અંબાજીના દર્શન અર્થે પહોચવાના છે જયારે રાહુલ ગાંધીએ પણ જગન્નાથ મંદિરે શિશ ઝુકાવ્યું હતું.